નાણા મંત્રાલય
15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવા ક્ષેત્રની કામગીરી સૌથી સારી, ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (જીએસવીએ)માં જેનું યોગદાન અડધાથી વધુ.
Posted On:
29 JAN 2018 5:32PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 29-01-2018
નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરુણ જેટલી દ્વારા આજે સંસદમાં રજુ કરવામાં આવેલ આર્થિક સમીક્ષા 2017-18માં ભારતમાં રાજ્યો આધારિત સેવા ક્ષેત્રની કામગીરીની વિશિષ્ટ સરખામણી રજુ કરવામાં આવી છે.
કુલ 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકી, 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સેવા ક્ષેત્ર, મુખ્ય ક્ષેત્ર રહ્યું છે જેણે ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (જીએસવીએ)માં અડધા કરતા વધુ ભાગનું યોગદાન આપ્યું છે. મોટા ભાગના રાજ્યોમાં જે સેવાઓ છે તેમાં વેપાર, હોટલ અને રેસ્ટોરન્ટ મુખ્ય છે ત્યાર પછી રીયલ એસ્ટેટ, આવાસીય માલિકી અને વ્યવસાય સેવાઓનો સમાવેશ થાય છે.
આમ છતાં, સેવા જીએસવીએ ના અંશ અને વૃદ્ધિનાં આધારે તેમા મોટો તફાવત જોવા મળે છે. 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કે જેમની 2016-17ની (અથવા તાજેતરના જે વર્ષની) માહિતી ઉપલબ્ધ છે તે અનુસાર સેવાઓની બાબતમાં જીએસવીએનાં જણાવ્યા અનુસાર દિલ્હી અને ચંડીગઢ 80 ટકાની ભાગીદારી સાથે ટોચના ક્રમે છે જ્યારે સિક્કિમ 31.7 ટકાના સાથે સૌથી નીચેનાં ક્રમે છે. સેવા જીએસવીએના આધારે વર્ષ 2016-17માં બિહાર 14.5 ટકા સાથે સૌથી ટોચ પર છે જ્યારે ઉત્તર પ્રદેશ 7.0 ટકા સાથે સૌથી નીચે છે.
J.Khunt/GP
(Release ID: 1518196)
Visitor Counter : 290