નાણા મંત્રાલય

ભારતીય વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી – ગત એક વર્ષની ઉપલબ્ધિઓ

Posted On: 29 JAN 2018 5:29PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-01-2018

કેન્દ્રીય નાણા મંત્રાલય તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરુણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા – 2017-18 રજૂ કરી. સર્વેક્ષણ અનુસાર, ભારતીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીનાં ક્ષેત્રમાં ગત એક વર્ષ દરમિયાન કરાયેલા કાર્યો આ મુજબ છે :-

પ્રકાશન

ભારતમાં વિજ્ઞાન તેમજ પ્રોદ્યૌગિકીમાં પ્રકાશનો અને પેટન્ટ પર નજર નાંખતા ભારતીય અનુસંધાનની ઉત્પાદકતા તેમજ ગુણવત્તાનો અંદાજ લગાવવામાં મદદ મળી શકે છે. વર્ષ 2013માં વૈજ્ઞાનિક પ્રકાશનની બાબતમાં ભારત વિશ્વમાં છઠ્ઠા સ્થાન પર હતું. આ ક્રમાંકમાં સતત સુધારો થઈ રહ્યો છે. 2009-14ની વચ્ચે વાર્ષિક પ્રકાશનનો વૃદ્ધિ દર લગભગ 13 ટકા રહ્યો હતો. એસસીઓપીયૂએસનાં આંકડા અનુસાર 2009 થી 2014ની વચ્ચે વૈશ્વિક પ્રકાશનોમાં ભારતની ભાગીદારી 3.1 ટકાથી વધીને 4.4 ટકા થઈ ગઈ.

મોટે ભાગે પ્રકાશનનાં વલણથી સ્પષ્ટ થાય છે કે પ્રકાશનોની સંખ્યાની બાબતમાં ભારતના પ્રદર્શનના સ્તરમાં ક્રમાનુસાર રીતે સુધારો થયો છે.

પ્રકાશનમાં સુધાર ઉપરાંત ગુણવત્તામાં સુધારાનું વલણ પણ જણાઈ રહ્યું છે.

પેટન્ટ

જો પત્રિકા પ્રકાશનથી વિજ્ઞાનમાં કોઈપણ દેશનું કૌશલ્ય પ્રદર્શિત થતું હોય તો પેટન્ટ, પ્રૌદ્યોગિકીમાં તેની સ્થિતિને દર્શાવાય છે. ડબ્લ્યૂઆઈપીઓ અનુસાર, ભારત વિશ્વમાં 7મી મોટી પેટન્ટ ફાઈલિંગ ઓફિસ છે. 2015માં ચીન (1,101,864 યૂએસએ (589,410), જાપાન (318,721) કોરિયા ગણરાજ્ય (213,694) અને જર્મની (91,726) ની સરખામણીએ ભારતમાં 45,658 પેટેન્ટની નોંધણી થઈ છે. જોકે ભારત પ્રતિ વ્યક્તિ પેટન્ટની બાબતમાં ઘણો પાછળ છે.

 

ભારતની સ્થાનિક પેટન્ટ પ્રણાલી એક મોટો પડકાર રહી છે. પછી ભલે બીજા દેશોમાં ભારતની પેટેન્ટની અરજી અને સ્વીકૃતિની સંખ્યા ઝડપથી વધી હોય, પરંતુ દેશમાં આ સ્થિતિ નથી. ભારત 2005માં આંતરરાષ્ટ્રીય પેટન્ટ વ્યવસ્થા સાથે જોડાયા પછી ક્ષેત્રીય અરજીઓની સંખ્યા ઝડપથી વધી છે. જો કે 2008 પછી સ્વીકૃત પેટન્ટની સંખ્યા ઝડપથી ઘટી છે અને તેનું સ્તર ઘટ્યું છે. જ્યાં 2015માં વિદેશી કાર્યાલયોમાં ભારતીય નાગરિકોની 5000 પેટન્ટોને સ્વીકૃતિ મળી, ત્યાં જ ભારતમાં ફાઈલ કરનારા નાગરિકોની સંખ્યા 800થી થોડી વધી છે.

સરકાર હાલમાં જ 450 વધારાના પેટેન્ટ પરીક્ષકોની નિમણૂકો કરી અને 2017માં ભારતીય નાગરિકો માટે એક ત્વરિત ફાઈલિંગ વ્યવસ્થાનું નિર્માણ કર્યું. પેટન્ટ ફાઈલિંગ સાથે જોડાયેલ સમસ્યાઓનું નિરાકરણ કરાયું. નવપ્રવર્તનને પ્રોત્સાહિત કરનારી પ્રભાવશાળી પેટન્ટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વ્યવસ્થિત રીતે પેટન્ટ સાથે જોડાયેલ બાબતોનો નિકાલ લાવવો ઘણું મહત્વનું છે.

J.Khunt/GP                                                                                                                                                                  



(Release ID: 1518194) Visitor Counter : 198


Read this release in: English