માહિતી અને પ્રસારણ મંત્રાલય

મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 430 ડોક્યુમેન્ટરી અને ટૂંકી ફિલ્મો દર્શાવાશે

ઓસ્કાર માટે નામાંકન થયેલી ‘આઈ એમ નોટ યોર નીગ્રો’ હશે પ્રારંભિક ફિલ્મ

Posted On: 24 JAN 2018 10:38PM by PIB Ahmedabad

મુંબઈ, જાન્યુઆરી 24, 2018

ભારતમાં ડોક્યુમેન્ટરી  ફિલ્મ મહોત્સવ માટે પ્રખ્યાત એવા ડોક્યુમેન્ટરી, ટૂંકી  અને એનિમેશન ફિલ્મ માટેના મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (MIFF)નો ભવ્ય શુભારંભ તા.28 જાન્યુઆરી, 2018થી મુંબઈમાં એનસીપીએ ખાતે થશે. એક અઠવાડીયું ચાલતા આ મહોત્સવમાં 40 દેશમાંથી આવેલી 430 જેટલી ડોક્યુમેન્ટરી, ટૂંકી અને એનિેમેશન ફિલ્મ દર્શાવવામાં આવશે. MIFF (મિફ) દક્ષિણ એશિયાનો પ્રાચીન અને બિન-ફિચર ફિલ્મ્સ માટેનો સૌથી મોટો મહોત્સવ છે. જેની શરૂઆત 1990માં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી.

મિફની 15મી શ્રેણીને બહોળો પ્રતિસાદ મળ્યો છે. જે ભારત અને વિશ્વમાં ડોક્યુમેન્ટરી સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ મહોત્સવ માટે વિક્રમી 790 પ્રવેશિકા મળી છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે 32 દેશમાંથી 194 પ્રવેશિકા અને રાષ્ટ્રીય સ્પર્ધા માટે 596 પ્રવેશિકા મળી છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ફિલ્મ્સની પસંદગી સ્વતંત્ર પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય સ્પર્ધા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવેશિકા મળી હોવાથી દ્વી-સ્તરીય પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મિફ-2018માં રાષ્ટ્રીય સ્પર્ધા માટેની 43 ફિલ્મની પસંદગી કરતા પૂર્વે પ્રાદેશિક પસંદગી સમિતિ (મુંબઈ I&II, દિલ્હી, કોલકતા અને બેંગલોર)ના અધ્યક્ષની મુંબઈમાં બેઠક મળી હતી, જેમાં આ ફિલ્મોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની 25 ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક પણ મુંબઈમાં યોજાઈ હતી.

 

સ્વર્ણ શંખ એવોર્ડ રોકડ ઈનામ બેગણું

ડોક્યુમેન્ટરી  ચળવળને પ્રોત્સાહન આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી  ફિલ્મને સ્વર્ણ શંખ એવોર્ડ સાથે આપવામાં આવતા રોકડ ઈનામને રૂપિયા 5 લાખથી રૂા. 10 લાખ કર્યુ છે.

શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી, શ્રેષ્ઠ શોર્ટ ફિક્શન અને શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ માટે સ્વર્ણ શંખ, રજત શંખ અને ટ્રોફીની સાથે માતબર રોકડ ઈનામ તરીકે આપવામાં આવે છે. સાથે જ શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી, એડીટીંગ અને સાઉન્ડ ડિઝાઈન માટે ટેક્નીકલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. ઉપરાંત પ્રમોદ પતી સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, શ્રેષ્ઠ વિદ્યાર્થી ફિલ્મ અને શ્રેષ્ઠ ડેબ્યૂ ફિલ્મને પણ ટ્રોફી અને રોકડ ઈનામ એનાયત કરવામાં આવશે. સંસ્થાકિય એવોર્ડ માટે ઈન્ડિયન ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર્સ એસોસિએશન (IDPA) અને દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી દ્વારા મહારાષ્ટ્ર સરકાર ફિલ્મ્સ ડિવિઝનને સહયોગ કરશે.

 

ફિલ્મ્સ પેકેજ્સ

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ આવવા માટે પારંપરિક ફિલ્મો વચ્ચે હરિફાઈ જામશે, ‘જ્યૂરી રેટ્રોસ્પેક્ટિવ્સ’ અને ‘બેસ્ટ ઓફ ફેસ્ટ્સ’ સાથે વિશેષ પેકેજ અંતર્ગત ભારત અને વિદેશમાં તૈયાર કરવામાં આવેલી સર્વોત્તમ ડોક્યુમેન્ટરી, ટૂંકી ફિલ્મ અને એનિમેશન ફિલ્મ મિફ દરમ્યાન દર્શાવવામાં આવશે.

એનિમેશન પેકેજમાં રશિયાના ઈવાન મેક્સિમોન, તુર્કીના બૅરેટ ઈક અને બ્રાઝીલના લી ઝાગુરીના ફિલ્મોનો સમાવેશ છે. પેરિસના ગૅબ્રિઅલ બ્રેનેનના કામને ફ્રેન્ચ ટૂંકી ફિલ્મો અને પ્રાયોગિક ફિલ્મોના વિશેષ પેકેજને 29 તારીખના દર્શાવવામાં આવશે. ‘બેસ્ટ ઓફ ફેસ્ટ્સ’ પેકેજમાં બર્લિન, હોટડોક્સ, કેનેડા, મેલબોર્ન ડોક્યુમેન્ટરી મહોત્સવ અને મેક્સિકોના ગુઆનાજુએટો ફિલ્મ મહોત્સવની ટોચની ડોક્યુમેન્ટરી ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહોત્સવને વધુ મજેદાર અને આકર્ષક બનાવવા માટે વિવિધ વિષયો પર કાર્યશાળા, માસ્ટર ક્લાસીસ, વ્યાખ્યાન, પ્રાત્યક્ષિક અને પેનલ ડિસક્સનનું આયોજન કરવામાં આવ્યું છે. નંદન સક્સેના મિફ-2018 દરમ્યાન ‘નોન-ફિક્શન સિનેમેટોગ્રાફી’ પર ચાર દિવસ કાર્યશાળા ચલાવશે.

વિદ્યાર્થીઓનો સહભાગ એ મિફ-2018નું આગવું મહત્વ છે. એફટીઆઈઆઈ, સત્યજિત રે ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટિટ્યૂટ, વ્હિસલિંગ વૂડ્સ, એમજીઆર ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટિટ્યૂટ, પ્રયાસમ, રોહતકની યુનિવર્સિટી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન વગેરે સંસ્થાના વિદ્યાર્થીઓની ફિલ્મો પણ આ મહોત્સવ દરમ્યાન દર્શાવવામાં આવશે.

 

ઉદ્ઘાટન ફિલ્મ

અમેરિકન નાગરિક અધિકાર ચળવર પર આધારિત 2017માં ઓસ્કર નામાંકિત ડોક્યુમેન્ટરી ‘આઈ એમ નોટ યોર નીગ્રો’ ફિલ્મને મિફ 2018ની ઉદ્ઘાટન ફિલ્મ છે. તેને ટોરેંટો, શિકાગો, લૉસ એન્જલસ, ફિલાડેલ્ફિઆ અને અન્ય 8 આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં સર્વોત્તમ પુરસ્કાર મેળવ્યો છે.

વી શાંતારામ જીવનગૌરવ પુરસ્કાર

ભારતીય ડોક્યુમેન્ટરી ચળવળને પ્રોત્સાહન આપવા માટે વી શાંતારામ જીવનગૌરવ પુરસ્કાર સ્વતંત્ર જ્યૂરી દ્વારા પસંદગી પામેલી ફિલ્મના દિગ્દર્શકને એનાયત કરવામાં આવે છે. જીવનગૌરવ પુરસ્કારની રકમ 5 લાખમાંથી રૂપિયા 10 લાખ કરવામાં આવી છે. મિફ-2018 દરમ્યાન કુલ 58 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

ફિચર ફિલ્મ લોકોનું મનોરંજન કરે છે, જ્યારે ડોક્યુમેન્ટરી ફિલ્મ લોકોને માહિતી આપે છે. મિફને લોકોનો ઉત્સવ બનાવવા માટે પ્રતિનિધિ શુલ્ક માત્ર 300 રૂપિયા નક્કિ કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મ અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે કોઈપણ શુલ્ક રાખવામાં આવ્યું નથી.

મુંબઈના પેડર રોડ સ્થિત ફિલ્મ્સ ડિવિઝન સંકુલ અને નજીકના જ રશિયન કલ્ચર સેન્ટરના થિયેટર્સમાં 29 જાન્યુઆરી 2018થી ફિલ્મ દર્શાવવામાં આવશે. મુંબઈ આવો અને ડોક્યુમેન્ટરી ચળવળનો આનંદ મેળવો. મીડિયા, પ્રતિનિધિઓએ નોંધણી કરવા માટે www.miff.in ની મુલાકાત કરવી.

*****

 

પીઆઈબી/મુંબઈ/એમ.ડી./આઈ.જે.    ક્રમ- 23



(Release ID: 1517734) Visitor Counter : 176