પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વીરતા પુરસ્કારો એનાયત કર્યા
Posted On:
24 JAN 2018 10:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 18 બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર એનાયત કર્યા હતાં. આ પુરસ્કારોમાંથી ત્રણ પુરસ્કારો મરણોપરાંત એનાયત થયા છે. પ્રધાનમંત્રીએ પુરસ્કૃત બાળકો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમની બહાદુરીની ચર્ચા વિસ્તૃતપણે થઈ છે અને મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, એટલે તેમણે અન્ય બાળકોને પ્રેરિત કર્યા છે અને અન્ય બાળકો વચ્ચે આત્મવિશ્વાસની લાગણી જન્માવી છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, મોટા ભાગનાં વિજેતાઓ ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે તથા તેઓ સરળ અને સાદી પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનાં રોજિંદા સંઘર્ષથી વિપરિત સંજોગોમાં સાહસિકતા કેળવવામાં મદદ કરી હતી.
પ્રધાનમંત્રીએ તમામ વિજેતાઓને, તેમનાં માતાપિતાઓને અને શાળાઓનાં શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતાં, જેમણે સાહસિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું અને તેમનું ધ્યાન ખેંચવામાં મદદ કરી હતી.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું સન્માન મળ્યાં પછી વિજેતાઓ પાસેથી ભવિષ્યની અપેક્ષાઓ સામાન્ય કરતાં વધી જાય છે. તેમણે તેમનાં ભવિષ્યનાં પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મેનકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
RP
(Release ID: 1517733)
Visitor Counter : 177