ગૃહ મંત્રાલય

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશના 795 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ જાહેર કરાયા

ગુજરાતના 9 પોલીસ કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી

Posted On: 24 JAN 2018 5:19PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 24-01-2017

 

 

આ વર્ષે પ્રજાસત્તાક દિવસના પ્રસંગે દેશના 795 પોલીસ કર્મીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 107 કર્મીઓને શૌર્ય માટે પોલિસ મેડલ, 75 કર્મીઓને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલિસ મેડલ અને 613 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આ વર્ષે મેડલ માટે પોલીસ કર્મઓની પસંદગી માટે કડક નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ મેળવનાર ગુજરાતના પોલીસ કર્મીઓની વિગત નીચે મુજબ છે.

  1. શ્રી સાગરદાન કાલુભા ગઢવી, પોલિસ સબ ઈન્સ્પેક્ટર, એડ. સીપી ટ્રાફિક અમદાવાદ શહેર, ગુજરાત – 380004.
  2. શ્રી રામદેવસિંહ જોરૂભા રાણા, પોલિસ વાયરલેસ સબ ઈન્સ્પેક્ટર, એસપીઓફિસ, ભાવનગર, ગુજરાત-36400
  3. શ્રી રામચંદ્ર દુર્લભભાઈ પટેલ, આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાન્ચ, સૂરત શહેર, ગુજરાત-39500
  4. શ્રી દિલીપસિંહ ચમનસિંહ વાઘેલા, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, સીઆરપીએફ 15 ઓએનજીસી મહેસાણા, ગુજરાત – 384003.
  5. શ્રી મનોજસિંહ સાહેબસિંહ રાજપૂત, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, સૂરત, ગુજરાત-395003.
  6. શ્રી ગોપાલ ભગવાનસ્વરૂપ શર્મા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ, ગુજરાત-380061.
  7. શ્રી ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ, ગુજરાત-380001.
  8. શ્રી જયરાજસિંહ બળવંતસિંહ જાડેજા, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર, ગાંધીનગર, ગુજરાત-382009.
  9. શ્રી વસંતકુમાર કલ્યાણદાસ પરમાર, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર એઆઈઓ, ગાંધીનગર, ગુજરાત – 38200

 

J.Khunt/GP                                                                                                                


(Release ID: 1517652) Visitor Counter : 222


Read this release in: English