ગૃહ મંત્રાલય

44 વ્યક્તિઓને જીવન રક્ષા પદક પુરસ્કાર 2017 એનાયત કરાયા

ગુજરાતના શ્રી શેખ સલીમ ગફુરની ઉત્તમ જીવન રક્ષા પદક માટે પસંદગી

प्रविष्टि तिथि: 24 JAN 2018 5:15PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 24-01-2017

 

 

        ભારતના રાષ્ટ્રપતિએ જીવન રક્ષા પદક શ્રૃંખલા પુરસ્કાર-2017, 44 વ્યક્તિઓને એનાયત કરવા માટે મંજૂરી આપી દીધી છે. જેમાં 7 વ્યક્તિને સર્વોત્તમ જીવન રક્ષા પદક, 13 વ્યક્તિને ઉત્તમ જીવન રક્ષા પદક અને 24 વ્યક્તિની જીવન રક્ષા પદક માટે પસંદ કરવામાં આવી છે. તેમાં 7 પુરસ્કાર મરણોપરાંત છે.

        ગુજરાતના શ્રી શેખ સલીમ ગફૂરની ઉત્તમ જીવન રક્ષા પદક માટે પસંદગી કરવામાં આવી છે.

        અન્ય વ્યક્તિઓનું જીવન બચાવવા માટે ઉત્કૃષ્ટ માનવીય કાર્ય કરનાર વ્યક્તિઓની જીવન રક્ષા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવે છે. પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે, સર્વોત્તમ જીવન રક્ષા પદક, ઉત્તમ જીવન રક્ષા પદક અને જીવન રક્ષા પદક. કોઈપણ ક્ષેત્રના પુરૂષ અને મહિલા બંને આ પદક માટે યોગ્યતા ધરાવે છે.

        પુરસ્કાર તરીકે પદક, ગૃહમંત્રી દ્વારા હસ્તાક્ષર કરેલું પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર વ્યક્તિ જે રાજ્યની હોય તે રાજ્યની સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્તકર્તાને પ્રસ્તુત કરવામાં આવે છે.

J.Khunt/GP                                                                                                                


(रिलीज़ आईडी: 1517649) आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English