રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતનાં રાષ્ટ્રપતિ ગુજરાતમાં : ગુજરાત યુનિવર્સિટીનાં 66માં પદવીદાન સમારંભમાં પ્રવચન આપ્યું

Posted On: 21 JAN 2018 10:23PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (21 જાન્યુઆરી 2018) અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારંભમાં પ્રવચન આપ્યું અને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે પ્રવચન આપતાં રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી તેના "સ્ટાર્ટ અપ અને આંતરપ્રિન્યોરશિપ પરિષદ" મારફતે ઘણા ઉદ્યોગસાહસિકોને સહકાર આપી રહી છે. કૌશલ્ય વિકાસ પરિષદની રચના વિદ્યાર્થીઓને સધ્ધર બનાવવા તરફનું આવકાર્ય પગલું છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે આજની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને રોજગાર, સ્વ-રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા માટે તૈયાર કરવાની બાબતને પ્રાથમિકતા આપવી જોઇએ.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અમદાવાદમાં એવા ઘણા સંસ્થાનો છે જે સ્ટાર્ટ અપ સંસ્કૃતિને ઉત્તેજન આપે છે. તાજેતરમાં જ ભારતના પ્રધાનમંત્રી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને એ દરમિયાન આંતરપ્રિન્યોરશિપ અને ટેકનોલોજી માટેના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર- આઇ-ક્રીએટનું ઉદઘાટન કર્યું હતું. આ બાબતથી યુવાન ભારતીય આંતરપ્રિન્યોરને વિશ્વ કક્ષાની સવલતો પૂરી પાડશે. રાષ્ટ્રપતિએ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ સવલતોનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તેમણે જીવનમાં જે કાંઈ પણ હાંસલ કર્યું છે તે માત્ર તેમના પ્રયાસોને કારણે જ નથી પરંતુ તેમના પરિવાર, શુભેચ્છકો, શિક્ષકો, સમાજ અને સરકારના યોગદાનને કારણે શક્ય બન્યું છે. હવે એ બાબત તેમના પર આધાર રાખે છે કે તેઓ કેવી રીતે અને ખાસ કરીને સમાજને કેવી રીતે પરત આપે છે. તેમણે અનુરોધ કર્યો હતો કે એવા લોકો વિશે વિચાર કરો જેઓ શિક્ષણની તકથી વંચિત રહ્યા છે અને તેમના વિકાસની પ્રક્રિયામાં મદદ કરવાનો પ્રયાસ કરો.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સારા શિક્ષણથી વિદ્યાર્થીને માત્ર કૌશલ્ય પ્રાપ્ત થતું નથી પરંતુ તેઓ સંવેદનશીલ બને છે. દેખીતી રીતે જ નરસિંહ મહેતા અને મહાત્મા ગાંધીજીના ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી દયા, કરૂણા, નૈતિકતા અને માનવતાની અપેક્ષા રાખવામાં આવે છે.



(Release ID: 1517357) Visitor Counter : 170


Read this release in: English