આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
સ્માર્ટ સીટી માટેના શહેરોની પસંદગીમાં સેલવાસ મોખરે
ઈરોડ, દીવ, બિહારશરીફ, ઈટાનગર અને કવરત્તી, બરેલી, મુરાદાબાદ અને શહરાનપુર ચોથા રાઉન્ડમાં પસંદ કરાયા
અત્યાર સુધીમાં પસંદ કરાયેલા કુલ 99 સ્માર્ટ શહેરોમાં પ્રસ્તાવિત રોકાણ રૂપિયા 2,03,979 કરોડ
प्रविष्टि तिथि:
19 JAN 2018 6:02PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 19-01-2018
આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી શ્રી હરદીપસિંહ પૂરીએ રાષ્ટ્રીય સ્માર્ટ સિટી પ્રતિયોગિતાનાં ચોથા રાઉન્ડનાં વિજેતા થયેલા શહેરોનાં નામ જાહેર કર્યાં હતા. પ્રેસને સંબોધતા મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, દાદરા નગર અને હવેલીનું સેલવાસ વિજેતા થયેલા શહેરોની યાદીમાં મોખરે રહ્યું છે. આ ઉપરાંત જીતેલા શહેરોમાં નિમ્નલિખિત શહેરોનો સમાવેશ થાય છે.
- ઇરોડ, તામિલનાડુ
- દિવ, દમણ અને દિવ
- બિહારશરીફ, બિહાર
- બરેલી, ઉત્તર પ્રદેશ
- ઇટાનગર, અરૂણાચલ પ્રદેશ
- મોરાદાબાદ, ઉત્તર પ્રદેશ
- સહરાનપુર, ઉત્તર પ્રદેશ
- કવરત્તી, લક્ષદ્વિપ
પ્રેસને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ, “એ આનંદની વાત છે કે વિજેતા થયેલા શહેરોએ પોતાને પસંદગીપાત્ર બનાવવા માટે સ્માર્ટ સિટી પ્રપોઝલની ગુણવાત્તામાં 19 ટકાની સરેરાશ સાથે સુધારો કર્યો છે; દરેક શહેરે એક અદ્વિતિય દૃષ્ટિકોણ વિકસાવ્યો છે અને પોતાનાં શહેરમાં એક પસંદ કરાયેલા વિસ્તારને(એબીડી) લાઇટહાઉસ તરીકે વિકસાવ્યો છે.”
રૂ. 12,824 કરોડનાં રોકાણનાં પ્રસ્તાવ સાથે 9 શહેરોની પસંદગી કરવામાં આવી છે, જે પૈકી રૂ. 10,639 કરોડનો ઉપયોગ વિસ્તાર આધારિત વિકાસકાર્યો(એબીડી) માટે કરવામાં આવશે અને રૂ. 2,185 કરોડ સમગ્ર શહેર માટેની યોજના માટે વાપરવામાં આવશે. જે આ વિસ્તારોમાં રહેતા 35.5 લાખ લોકોને અસર કરશે. સ્માર્ટ રસ્તાઓ, જળસંસ્થાનોનું કાયાકલ્પ, સાયકલ ટ્રેક, ચાલવાનાં રસ્તાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, કૌશલ્ય વિકાસ કેન્દ્રો, સ્વાસ્થ્ય સેવાઓનું નવિનીકરણ જેવા વિકાસકાર્યો દ્વારા સમગ્ર શહેરને વિકાસાવાશે. આ ઉપરાંત કોમન કન્ટ્રોલ સેન્ટર અને આઇસીટી આધારિત નગરપાલિકાની સેવાઓનો પણ સમાવેશ થાય છે.
આ નવ 9 શહેરોમાં આશરે 409 પ્રોજેક્ટ કાર્યરત છે. આજની જાહેરાત બાદ સ્માર્ટ શહેરો તરીકે પસંદ કરાયેલા શહેરોની સંખ્યા 99 થાય છે. આ પહેલા જાન્યુઆરી, 2016માં 20 શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા, મે -2016માં 13 શહેરો, સપ્ટેમ્બર, 2016માં 27 શહેરો અને જૂન 2017માં 30 શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા. આ 9 નવા શહેરોની પસંદગી સાથે કુલ 99 સ્માર્ટ શહેરોમાં પ્રસ્તાવિત રોકાણ રૂપિયા 2,03,979 કરોડ થાય છે.
17 જાન્યુઆરી 2018 સુધીમાં રૂપિયા 1,38,730 કરોડની કિંમતના 2,948 પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કામાં ચાલી રહ્યા છે. રૂપિયા 2,237 કરોડના ખર્ચે 189 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે જ્યારે રૂપિયા 18,616 કરોડના ખર્ચે તૈયાર થનારા 495 પ્રોજેક્ટનું કાર્ય ચાલુ છે. વળી, રૂપિયા 15,885 કરોડના ખર્ચે તૈયાર થનારા 277 પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે અને રૂપિયા 1,01,992 કરોડના ખર્ચે તૈયાર 1,987 પ્રોજેક્ટ ડીપીઆરના તબક્કામાં છે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1517244)
आगंतुक पटल : 248
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English