મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

રાષ્ટ્રપતિ વિશેષ કાર્ય કરનારી મહિલાઓને આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માનિત કરશે

ગુજરાતની ભારૂલતા કાંબલલેને રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડથી સમ્માનિત કરાશે

Posted On: 19 JAN 2018 5:32PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 19-01-2018

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પોતાના ક્ષેત્રમાં વિશેષ કાર્ય કરનારી મહિલાઓને આવતીકાલે (20-01-2018) સમ્માનિત કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વ્યાપક તપાસ પ્રક્રિયા કરાયા બાદ પસંદ કરાયેલી 112 મહિલાઓને રાષ્ટ્રપતિ આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માનિત કરશે. આવતીકાલે સમ્માનિત થનારી મહિલાઓમાં પહેલી મહિલા ન્યાયાધીશ, પહેલી મહિલા કુલી, મિસાઈલ પરિયોજનાની આગેવાની કરનારી પહેલી મહિલા, પહેલી પૈરા ટ્રુપર, પહેલી ઓલમ્પિયનનો સમાવેશ થાય છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધીએ કહ્યું કે, અધિકાર સમ્પન્ન મહિલાઓની પવિત્ર ભાવનાની સાથે, મંત્રાલયે ‘પ્રથમ મહિલાઓ’ની અવધારણા વિકસિત કરી છે. આ પ્રથમ મહિલાઓએ પોતાના ક્ષેત્રમાં અસાધારણ કાર્ય કરી પ્રથમ મહિલા બનવા માટે અનેક અડચણો, માપદંડો અને અત્યાચારનો સામનો કર્યો છે.

રક્ષા મંત્રાલય, ખેલ મંત્રાલય, લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ, પ્રેસ ક્લિપિંગ, ઈન્ટરનેટ વગેરે સહિત વિવિધ સ્રોતોની મદદથી 227 મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. શ્રીમતી મેનકા સંજય ગાંધીએ જણાવ્યું હતું કે, ન્યાયાધિશોની પેનલની મદદથી 112 મહિલાઓનાં નામોને અંતિમ પસંદગીમાં સમાવવામાં આવ્યા છે, જેઓ અસાધારણ કાર્ય કરી પોતાના ક્ષેત્રોમાં પ્રથમ સ્થાન પર રહી છે.

આ યાદીમાં ગુજરાતની ભારૂલતા કાંબલેનો સમાવેશ થાય છે, જેણે પોતે એકલા કાર ચલાવીને 32 દેશોની યાત્રા 32,000 કિલોમીટરનું અંતર કાપીને પૂર્ણ કરી છે.

મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય 8 માર્ચના રોજ આ મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરે છે જેણે સમાજમાં યોગદાન આપ્યું છે પરંતુ તેમને ખ્યાતિ મળી શકી નથી. નારી શક્તિ પુરસ્કાર માનનીય રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં અર્પણ કરાય છે. આ પુરસ્કારોની સાથે મંત્રાલયોએ નવી વ્યવસ્થા શરૂ કરી છે. જે અંતર્ગત મહિલાઓને ઓળખ અપાય છે જેણે અસાધારણ કાર્ય  કર્યું છે. મંત્રાલયે 2015માં ફેસબુકની સાથે મળીને ઉપલબ્ધિ હાંસલ કરનારી 100 મહિલાઓની ઓળખ કરી જેણે સાર્વજનિક કાર્યના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી છે. ‘પ્રથમ મહિલાઓ’ મંત્રાલયની ‘ઉપલબ્ધિ મેળવનારી 100 મહિલાઓ’ અભિયાનનો બીજો તબક્કો છે.

આવતી કાલે સમ્માનિત થનારી 112 મહિલાઓનું જીવન પરિચય જોવા માટે અહીં ક્લિક કરો -

NP/J.Khunt/GP                                                                                                                            



(Release ID: 1517230) Visitor Counter : 254


Read this release in: English