માહિતી અને પ્રસારણ મંત્રાલય
એફટીઆઇઆઇ અને એસઆરએફટીઆઇમાં દ્વારા 19 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે એડમિશન સેમિનાર
ફિલ્મ અને ટેલિવિઝનમાં કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતનાં યુવાનો માટે સુવર્ણ તક
Posted On:
17 JAN 2018 4:40PM by PIB Ahmedabad
અમદાવાદ, 17-01-2018
એફટીઆઇઆઇ અને એસઆરએફટીઆઇમાં દ્વારા અમદાવાદમાં આગામી 19મી જાન્યુઆરી, શુક્રવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી એચ. કે. આર્ટ્સ કોલેજનાં કોન્ફરેન્સ હોલમાં એડમિશન સેમિનાર યોજાશે.
શૈક્ષણિક વર્ષ 2018નાં પ્રવેશ માટે ફિલ્મ અને ટેલિવિઝનનું પ્રશિક્ષણ આપતી ભારતની બે પ્રસિદ્ધ સંસ્થાઓ ગુજરાતનાં અમદાવાદમાં સૈપ્રથમ વાર એડમિશન સેમિનારનું આયોજન કરવા જઇ રહી છે.
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ) પુના અને સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ (એસઆરએફટીઆઇ) કોલકાતા (ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત) એ વર્ષ 2018 માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા(જેઇટી)ની જાહેરાત કરી છે, સમગ્ર ભારતમાં 18મી ફેબ્રુઆરીએ 26 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે જેમાં ગુજરાતનું અમદાવાદ પણ એક કેન્દ્ર રહેશે.
બંન્ને સંસ્થાઓ એક સાથે પ્રવેશ પરીક્ષા માટે પહેલી વાર સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું આયોજન કરી રહી છે, ત્યારે આ સંસ્થાઓમાં પ્રવેશોત્સુક યુવાનોને જાગૃત કરવા દેશનાં વિવિધ શહેરોમાં એડમિશન સેમિનાર યોજાઇ રહ્યાં છે, જે પૈકી અમદાવાદમાં આગામી 19મી જાન્યુઆરી, શુક્રવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી એચ. કે. આર્ટ્સ કોલેજનાં કોન્ફરેન્સ હોલમાં સેમિનાર યોજાશે. પ્રવેશોત્સુક આ સેમિનારમાં સહભાગી થઇ શકે છે.
વધુ માહિતી માટે www.ftiindia.com અને www.srfti.ac.in ની મુલાકાત લેવા એક અખબારી યાદીમાં વિનંતી કરવામાં આવી છે.
NP/J.Khunt/GP
(Release ID: 1516950)
Visitor Counter : 210