પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઈસરોની ટીમને તેમના 100માં ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ માટે અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
12 JAN 2018 11:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસરોની ટીમને તેમના 100માં ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ માટે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઈસરો અને તેના વૈજ્ઞાનિકોને પીએસએલવીના સફળ પ્રક્ષેપણ માટે અભિનંદન. નવા વર્ષની અવકાશ તકનીકીની આ સફળતાથી દેશમાં ઝડપી વિકાસનો લાભ આપણા નાગરિકો, ખેડૂતો અને માછીમારોને મળશે.
ઈસરો દ્વારા 100માં ઉપગ્રહનું પ્રક્ષેપણ તેની ભવ્ય સિદ્ધિઓ અને ભારતના સ્પેસ પ્રોગ્રામનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવે છે.
ભારતની સફળતાનો લાભ આપણા ભાગીદારો માટે પણ ઉપલબ્ધ છે. આજે પ્રક્ષેપણ કરાયેલા 31 ઉપગ્રહો પૈકી 28 અન્ય 6 દેશોના હતા.
J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1516475)
आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English