મંત્રીમંડળ

મંત્રીમંડળે રાષ્ટ્રીય ટ્રસ્ટનાં અધ્યક્ષ અને સભ્યો માટે નિશ્ચિત મુદ્દતને મંજુરી આપી

Posted On: 10 JAN 2018 5:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ અને સભ્યોની ત્રણ વર્ષ માટે મુદ્દત નિશ્ચિત કરવા માટેના રાષ્ટ્રીય ટ્રસ્ટ ફોર વેલ્ફેર ઑફ પર્સન વિથ ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, માનસિક માંદગી અને એકાધિક વિકલાંગતા અધિનિયમ, 1999ના કલમ 4(1) અને કલમ 5(1)માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.

રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ, 1999 ની કલમ 4(1)માં જણાવાયું છે કે રાષ્ટ્રીય ટ્રસ્ટનાં અધ્યક્ષ કે બોર્ડના કોઇ સભ્યનો ત્રણ વર્ષનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા પછી પણ જ્યાં સુધી તેમના કોઇ ઉત્તરાધિકારીની વિધિવત રીતે નિમણુક ન થાય ત્યાં સુધી પોતાનું કાર્ય ચાલુ રાખી શકશે. અધ્યક્ષ રાજીનામું આપે તેવા સંજોગોમાં આ અધિનિયમની કલમ 5(1) તેને કાર્યાલયમાં ત્યાં સુધી પદભાર ચાલુ રાખવાની મંજુરી આપે છે, જ્યાં સુધી તેમના ઉત્તરાધિકારીની વિધિવત નિમણુંક ન થાય. કાયદામાં કરવામાં આવેલી વર્તમાન સમયની ઉપરોક્ત જોગવાઈઓ અનુસાર અધ્યક્ષનો કાર્યકાળ અનિશ્ચિત મુદ્દતનો થઇ જાય છે, જ્યાં સુધી કોઈ યોગ્ય ઉત્તરાધિકારી નિમણુંક માટે લાયક ઠરતો નથી. આ જોગવાઈઓમાં પ્રસ્તાવિત સુધારા આ પ્રકારની પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવ્યા છે અને આ રીતે તે કોઈપણ એક વ્યક્તિ દ્વારા એક જ પદ પર લાંબા સમય સુધી ચાલુ રહેવાની સંભાવનાને નાબુદ કરશે.

 

NP/J.Khunt/GP/RP


(Release ID: 1516219) Visitor Counter : 152


Read this release in: English