મંત્રીમંડળ

મંત્રીમંડળે તુંગભદ્રા સ્ટીલ પ્રોડક્ટ્સ લીમીટેડનાં બંધ થવા પર સીસીઈએનાં નિર્ણયના અમલીકરણને મંજુરી આપી

Posted On: 10 JAN 2018 5:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળે તુંગભદ્રા સ્ટીલ પ્રોડક્ટ્સ લીમીટેડ (ટીએસપીએલ)નાં બંધ થવા પર તેના અચલાયમાન સંપત્તિના નિકાલ અંગેના સીસીઈએના નિર્ણયના અમલીકરણને મંજુરી આપી દીધી છે. તેમાં ટીએસપીએલની જવાબદારીઓ પૂરી કર્યા બાદ કંપની રજીસ્ટ્રારની યાદીમાંથી આ કંપનીનું નામ કાઢી નાખવાની પણ ભલામણ કરી છે.

અત્રે એ નોંધવું ઘટે કે સીસીઈએ એ ડિસેમ્બર 2015માં તમામ કર્મચારીઓ, કામદારો અને લેણદારોના બાકી રહેતા ઋણ ચૂકવી દીધા બાદ કંપની બંધ કરવા માટે મંજુરી આપી દીધી હતી. મંત્રીમંડળે 20,000 સ્ક્વેર મીટર જમીનની સાથે એમએમએચ પ્લાન્ટ કર્ણાટક સરકારને હસ્તાંતરિત કરવાની મંજુરી આપી દીધી છે. મંત્રીમંડળે કંપનીની હોસ્પેટ ખાતે આવેલી 82.37 એકર જમીનને પણ કર્ણાટક સ્ટેટ હાઉસિંગ બોર્ડના ઉપયોગ માટે કર્ણાટક સરકારને વેચી દેવાની મંજુરી આપી દીધી છે. આ જમીન કર્ણાટક સરકારને તેમણે મુકેલા પ્રસ્તાવ અનુસાર એકરદીઠ 66 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે.

 

NP/J.Khunt/GP/RP


(Release ID: 1516214) Visitor Counter : 113


Read this release in: English