ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

મગજની રમતોને પણ શારીરિક રમતોની જેમ સમાન રૂપથી પ્રોત્સાહિત કરવાની જરૂર : ઉપરાષ્ટ્રપતિ

Posted On: 09 JAN 2018 5:35PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-01-2018

 

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂએ કહ્યું કે મગજની રમતોને પણ શારીરિક રમતોની જેમ સહયોગની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે શારીરિક ક્ષમતાઓની પોતાની મર્યાદા છે, પરંતુ મગજની ક્ષમતા અસીમિત છે અને તેની ક્ષમતાઓનો ઉપયોગ કરવો પડશે. તેઓ આજે વર્લ્ડ મેમરી સ્પોર્ટ્સ કાઉન્સિલ ફોર ઈન્ડિયાના દળને સંબોધિત કરી રહ્યા હતા. આ દળ ગત મહિને ચીનના શેન્ઝેન શહેરમાં આયોજિત વિશ્વ મેમરી ચેમ્પિયનશીપના ચોથા સ્થાન પર હતું.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મગજની રમતો યુવાઓ અને વિદ્યાર્થીઓની એકાગ્રતા અને રચનાત્મકતાને વધારીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં યોગદાન આપે છે. તેમણે કહ્યું કે આપણે ગોખવાની જગ્યાએ વિશ્લેષ્ણાત્મક અને તાર્કિક ચિંતન તરફ અગ્રેસર થવું જોઈએ. શ્રી નાયડૂએ કહ્યું કે અવધારણાનું નિર્માણ અને સમજ ખૂબ મહત્વપૂર્ણ પાસું છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણને એક સમગ્ર શિક્ષણ પ્રણાલીની જરૂર છે. તેમણે કહ્યું કે ગોખવાવાળું ભણતર, માતા-પિતાની વધારે આશાઓ, વધતી પ્રતિસ્પર્ધા અને શૈક્ષણિક સંસ્થાઓને ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરવાની લાલચ વિદ્યાર્થીઓમાં તણાવ અને બેચેનીનું કારણ છે. શ્રી નાયડૂએ કહ્યું કે તણાવના કારણે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના સમાચારો દુઃખદ છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે સંસ્થાઓ, સરકારો અને સમાજે એકજૂટ થઈ તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓને સહયોગ કરી આવી પરિસ્થિતિઓને રોકવી પડશે. તેમણે કહ્યું કે ગોખણ પ્રથા અંતર્ગત વિદ્યાર્થી વિષયના મૂળ માળખાને સમજ્યા વિના માત્ર પરીક્ષામાં પાસ થવા માટે લખે છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વસ્થ મસ્તિષ્ક માટે દરેક ભારતીયે યાદશક્તિના આ ઉપાયોને શીખવાની જરૂર છે અને એ મગજની રમતોને નિયમિત રૂપથી રમવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે જો વિદ્યાર્થી યાદશક્તિના ઉપાયોમાં નિપૂણ હોય તો તેઓ શ્રેષ્ઠ ઉપાયો દ્વારા કાર્ય કરી શકે છે અને તેમને ભણવા ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ માટે પણ સમય મળશે જેથી તેમનો સમગ્ર વિકાસ થશે.

 

NP/J.Khunt/GP                                                                                                                            



(Release ID: 1516044) Visitor Counter : 208


Read this release in: English