નીતિ આયોગ

પ્રધાનમંત્રી પ્રમુખ અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞોની સાથે બેઠક કરશે

Posted On: 09 JAN 2018 5:06PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-01-2018

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (10-01-2018) નીતિ આયોગમાં પ્રમુખ અર્થશાસ્ત્રીઓ અને દેશભરથી આવેલા વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞોની સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી સાથે ‘આર્થિક નીતિ : આગળની રાહ’ પર વિચાર-વિમર્શ માટે નીતિ આયોગ દ્વારા અર્થશાસ્ત્રીઓના પસંદગી સમૂહો અને વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞોને આમંત્રિત કરાયા છે. વિચાર-વિમર્શ દરમિયાન આ છ પ્રમુખ વિષયો (થીમ) પર ધ્યાન કેન્દ્રિત કરાશે – બૃહદ આર્થિક સંતુલન, કૃષિ તેમજ ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, બુનિયાદી માળાખું તેમજ કનેક્ટીવીટી, રોજગાર, વિનિર્માણ તેમજ નિકાસ અને સ્વાસ્થ્ય તથા શિક્ષણ.

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી અરુણ જેટલી, કેન્દ્રીય માર્ગ પરિવહન, રાજમાર્ગ, શિપિંગ અને જળ સંસાધન, નદી વિકાસ તેમજ ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી રાધામોહનસિંહ તથા કેન્દ્રીય (આયોજન) રાજ્યમંત્રી શ્રી રાવ ઈન્દ્રજીત સિંહ સાથે નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્યો અને નીતિ આયોગના સીઈઓ તથા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે.

આ દરમિયાન ‘આર્થિક નીતિ માટે આગળની રાહ’ પર દેશભરમાંથી આવેલા વિશેષજ્ઞોના વિચારો પર ખાસ ભાર અપાશે, જેથી પ્રધાનમંત્રીની પરિકલ્પના અનુસાર ‘નવા ભારત’ના નિર્માણની દિશામાં દેશને અગ્રેસર કરી શકાય.

 

NP/J.Khunt/GP                                                                                                                    


(Release ID: 1516034) Visitor Counter : 157


Read this release in: English