નાણા મંત્રાલય

2017-18ના નાણાકીય વર્ષ માટેની સીધા કરવેરાની વસૂલાતમાં ડિસેમ્બર 2017 સુધીમાં 18.2% સુધીની વૃદ્ધિ

Posted On: 09 JAN 2018 5:02PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-01-2018

 

ડિસેમ્બર 2017 સુધીના સીધા કરવેરાની વસૂલાતના વર્તમાન આંક રૂપિયા 6.56 લાખ કરોડની નેટ આવક દર્શાવે છે, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં થયેલી આવક કરતાં 18.2% વધુ છે. ચોખ્ખા સીધા કરવેરાની વસૂલાત, નાણાકીય વર્ષ 2017-18ના માટેના સીધા કરવેરાના બજેટ અનુમાન (રૂપિયા 9.8 લાખ કરોડ)ના 67%ની આવક સૂચવે છે. એપ્રિલથી ડિસેમ્બર 2018 સુધીના સમયગાળાની કુલ વસૂલાતમાં (રિફન્ડની ગણતરી કરતાં અગાઉ) 7.68 લાખ કરોડ એટલે કે 12.6%નો વધારો થયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2018 સુધીના સમયગાળામાં રૂપિયા 1.12 લાખ કરોડ રૂપિયાનું રીફંડ ચુકવવામાં આવ્યું છે.

ડિસેમ્બર 2017 સુધીમાં આગોતરા કરના રૂપમાં રૂપિયા 3.18 લાખ કરોડની રકમ એકત્રિત કરવામાં આવી છે. જે ગયા વર્ષના આ જ સમયગાળામાં થયેલી આગોતરા કર ચૂકવણીની સરખામણીએ 12.7%નો વધારો સૂચવે છે. કોર્પોરેટ આવક વેરા (CIT)ના આગોતરા કરમાં 10.9%ની વૃદ્ધિ થઈ છે અને વ્યક્તિગત આવક વેરા (PIT)ના આગોતરા કરમાં 21.6%ની વૃદ્ધિ થઈ છે.

NP/J.Khunt/GP                                                                                                                    



(Release ID: 1516031) Visitor Counter : 131


Read this release in: English