કંપની બાબતોનું મંત્રાલય
ભારતીય સ્પર્ધાત્મક પંચે કેમિસ્ટ્સ એન્ડ ડ્રગ્ગિસ્ટ એસોસિએશન ઑફ બરોડા અને ફેડરેશન ઑફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગિસ્ટ એસોસિએશનને દંડ કર્યો
Posted On:
05 JAN 2018 5:13PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 05-01-2018
ભારતીય સ્પર્ધાત્મક પંચ (‘પંચ’)ને જાણકારી મળી છે કે કેમિકસ્ટ્સ એન્ડ ડ્રગ્ગિસ્ટ્સ એસોસિએશન ઑફ બરોડા (‘સીડીએબી’) અને ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગિસ્ટ્સ એસોસિએશન (‘ગુજરાત ફેડરેશન’)માં કંપની ધારા, 2002 (‘ધારા’)ની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે. વડોદરાનાં એક જથ્થાબંધ વેપારીએ માહિતી આપીને આરોપ મૂક્યો છે કે વર્ષ 2012માં પંચે અગાઉ આદેશ આપ્યો હોવા છતાં સીડીએબીએ સ્ટોકિસ્ટની નિમણૂક અગાઉ ‘ના વાંધા પ્રમાણપત્ર’ (‘એનઓસી’/’એલઓસી’) ફરજિયાત બનાવીને બજારમાં દવાઓનાં પુરવઠાને નિયંત્રણ અને મર્યાદામાં રાખવાનું ચાલુ રાખ્યું છે તથા ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બજારમાં નવા ઉત્પાદનો મૂકતાં અગાઉ ‘પ્રોડક્ટ ઇન્ફોર્મેશન સર્વિસ’ (‘પીઆઇએસ’) ચાર્જીસની ચુકવણી કરવાનું પણ જાળવી રાખ્યું છે.
ડિરેક્ટર જનરલ (‘ડીજી’) દ્વારા હાથ ધરેલી તપાસમાં પ્રાદેશિક સ્તરનાં એસોસિએશન એટલે કે સીડીએબી ઉપરાંત ગુજરાત ફેડરેશન પણ આ પ્રકારની ગેરવર્તણૂંકમાં સામેલ હોવાનો ખુલાસો થયો હતો. પંચને વિગતવાર પૂછપરછ કર્યા પછી જાણકારી મળી છે કે સીડીએબી અને ગુજરાત ફેડરેશન ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા નવા સ્ટોકિસ્ટની નિમણૂક અગાઉ એનઓસીની પ્રતિસ્પર્ધા વિરોધી કામગીરીમાં સંકળાયેલા છે. ઉપરાંત ગુજરાત ફેડરેશને પીઆઇએસ ચાર્જની ચુકવણી કર્યા પછી અને તેની મંજૂરી મળ્યાં બાદ બજારમાં નવા ઉત્પાદનો મૂકવાની પ્રથા ચાલુ રાખી હતી. આ પ્રકારની કામગીરીથી બજારમાં દવાઓનો પુરવઠો મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે, જે ધારાની કલમ 3(1)ની કલમ 3(3)(બી)ની જોગવાઈનું ઉલ્લંઘન છે. ઉપરાંત પંચે સીડીએબી અને ગુજરાત ફેડરેશનનાં પદાધિકારીઓ શ્રી વી. ટી. શાહ (પ્રેસિડન્ટ, સીડીએબી), શ્રી જશવંત પટેલ (પ્રેસિડન્ટ, ગુજરાત ફેડરેશન)ને ધારાની કલમ 48 હેઠળ પ્રતિસ્પર્ધાવિરોધી કામગીરી કરવામાં સંકળાયેલા હોવા બદલ જવાબદાર ઠેરવ્યાં છે.
તે મુજબ સીડીએબી, ગુજરાત ફેડરેશન અને તેનાં પદાધિકારીઓને કથિત પ્રતિસ્પર્ધાવિરોધી કામગીરીથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પંચે સીડીએબી અને ગુજરાત ફેડરેશનની સરેરાશ આવકનાં 10 ટકાનાં દરે ગણતરી કરીને અનુક્રમે રૂ. 1,08,588/- અને રૂ. 11,11,549/-નો દંડ ધારાની કલમ 27ની જોગવાઈ મુજબ કર્યો છે. ઉપરાંત શ્રી વી ટી શાહ (પ્રેસિડન્ટ, સીડીએબી) અને શ્રી જશવંત પટેલ (પ્રેસિડન્ટ, ગુજરાત ફેડરેશન) પર પણ તેમની સરેરાશ આવકનાં 10 ટકા એટલે કે રૂ. 34,048/- અને રૂ. 62,144/-નો દંડ કર્યો હતો.
આ કેસ પ્રાદેશિક અને રાજ્ય સ્તરે કેમિસ્ટ અને ડ્રગ્ગિસ્ટ એસોસિએશનો પ્રતિસ્પર્ધાવિરોધી વર્તણૂંક જાળવીને દવાઓનાં વિતરણમાં સ્પર્ધાત્મક બજારોમાં પ્રતિસ્પર્ધાવિરોધી અને બિનતટસ્થ રીતે કામગીરી કેવી રીતે કરે છે એનું એક વધુ ઉદાહરણ છે. આ ખરેખર ગંભીર બાબત છે કે આ પ્રકારનાં કેસોમાં પંચે વિવિધ ઓર્ડર્સ અને અખબારી યાદીઓ મારફતે ચોક્કસ સૂચનાઓ આપી હોવા છતાં કેમિસ્ટ એન્ડ ડ્રગ્ગિસ્ટ એસોસિએશનો તેમની કામગીરીમાં ફેરફાર કરતાં નથી અને આ પ્રકારની પ્રતિસ્પર્ધાવિરોધી કામગીરી જાળવી રાખે છે. દવાઓનાં વિતરણમાં વ્યાપક જનહિત સંકળાયેલુ હોવાનો વિચાર કરીને પંચે આ પ્રકારની વર્તણૂંકની મનાઈ ફરમાવી છે અને આ માટે જવાબદાર એસોસિએશનો, સ્ટોકિસ્ટ/વિતરક/જથ્થાબંધ વેપારી/રિટેલર તથા ફાર્માસ્યુટિકલ કંપનીને જવાબદાર ઠેરવ્યાં છે. પ્રતિસ્પર્ધાવિરોધી કામગીરીઓનાં વ્યાપ અને સાતત્યને ધ્યાનમાં રાખીને ભારતીય સ્પર્ધાત્મક પંચ દેશનાં વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની સંસ્થાઓની કામગીરી પર નજર રાખશે અને જરૂર જણાશે ત્યારે પગલાં લેતાં ખચકાટ નહીં અનુભવે.
આ વિસ્તૃત ઓર્ડર પંચની વેબસાઇટ પર જોઈ શકાશે www.cci.gov.in.
NP/J.Khunt/GP
(Release ID: 1515686)
Visitor Counter : 257