નાણા મંત્રાલય

ભારત સરકારે 10 જાન્યુઆરી 2018થી શરૂ થનાર 7.75% ના બચત (કરપાત્ર) બોન્ડ્સ, 2018ની જાહેરાત કરી

Posted On: 04 JAN 2018 4:43PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-01-2018

કોઈપણ પ્રકારની નાણાકીય ટોચ મર્યાદા વિના નિવાસી નાગરિકો/એચયુએફ કરપાત્ર બોન્ડમાં રોકાણ કરી શકે તે માટે ભારત સરકારે 10 જાન્યુઆરી 2018થી 7.75% બચત (કરપાત્ર) બોન્ડ્સ, 2018નો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ બોન્ડની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે:

  1. કોણ રોકાણ કરી શકે: આ બોન્ડ્સ કોઈપણ વ્યક્તિ (સંયુક્ત હોલ્ડિંગ્સ સહીત) તથા હિંદુ અવિભાજિત કુટુંબો માટે ખુલ્લા છે. બિનનિવાસી ભારતીયો આ બોન્ડ્સમાં રોકાણ કરવા માટે પાત્ર નથી.
  2. અરજીઃ બોન્ડ્સ માટેની અરજીઓ બોન્ડ લેજર એકાઉન્ટનાં રૂપમાં નોંધાયેલ બેંકોની નિયુક્ત શાખાઓમાં તથા એસએચસીઆઈએલની શાખાઓમાં સ્વીકારવામાં આવશે.
  3. ઈશ્યુ કિંમત: બોન્ડ્સ 100 રૂપિયા પ્રતિ બોન્ડની કિંમતે આપવામાં આવશે.

આ બોન્ડ્સ ઓછામાં ઓછા રૂપિયા 1000/- (મૂળ કિંમત)ની કિંમતમાં તેમજ ત્યાર બાદ તેનાં ગુણાંકમાં આપવામાં આવશે. તે અનુસાર, પ્રતિ રૂ. 1000/- (લઘુત્તમ) માટે ઈશ્યુ કરવાની કિંમત રૂ. 1000/- રહેશે.

આ બોન્ડ્સ માત્ર ડીમેટ ફોર્મ (બોન્ડ ખાતાવહી એકાઉન્ટ)માં જાહેર કરવામાં આવશે.

  1. સમયગાળો: બોન્ડ્સ આગામી સુચના ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે અને સંચિત અને બિન સંચિત સ્વરૂપમાં ઉપલબ્ધ હશે.
  2. રોકાણની મર્યાદા: બોન્ડ્સમાં રોકાણ કરવા માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.
  3. કર ચુકવણીઃ

આવકવેરો: આવકવેરા અધિનયમ 1961 અંતર્ગત બોન્ડ્સ ઉપરના વ્યાજદર બોન્ડ ધારકની યોગ્ય કર સ્થિતિ અનુસાર કરપાત્ર હશે.

સંપત્તિ કર: સંપત્તિ વેરા અધિનિયમ 1957 અંતર્ગત બોન્ડ્સને સંપત્તિ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

  1. પરિપક્વતા અને વ્યાજદર: આ બોન્ડ્સની પરિપક્વતા અવધિ 7 વર્ષની હશે જેમાં વ્યાજદર 7.75%ના દરે દર વર્ષે છ મહીને આપવામાં આવશે. સાત વર્ષના અંતે રૂ. 1000/- ની સંચિત કિંમત રૂ. 17૦૩/- હશે.
  2. હસ્તાંતરણ: બોન્ડ્સ અન્ય કોઈને હસ્તાંતરિત કરી શકાશે નહી. બોન્ડ્સનો સેકન્ડરી માર્કેટમાં વેપારના આશયથી ઉપયોગ કરી શકાશે નહિં તેમજ તે બેન્કિંગ સંસ્થાઓ, નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે સમકક્ષ ગણાશે નહિં.
  3. નોમીનેશન: એકમાત્ર બોન્ડ ધારક અથવા એકમાત્ર જીવિત ધારક નોમીનેશન કરી શકે છે.

આ યોજનાની સંપૂર્ણ વિગતો 3જી જાન્યુઆરી 2018ના રોજ પ્રસિદ્ધ થયેલ ગેઝેટ નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.   

NP/J.Khunt/GP                                                                                                                    



(Release ID: 1515499) Visitor Counter : 159


Read this release in: English