મંત્રીમંડળ

મંત્રીમંડળે મુખ્ય બંદરોમાં પીપીપી પ્રોજેક્ટ્સ માટે સંશોધિત મોડલ કન્સેશન સમજૂતીને મંજૂરી આપી

Posted On: 03 JAN 2018 4:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે બંદર યોજનાને રોકાણકારોને અનુકૂળ બનાવવા તેમજ બંદર યોજનાને રોકાણ માટે આકર્ષક બનાવવા મોડલ કન્સેશન એગ્રીમેન્ટ (એમસીએ)ને મંજૂરી આપી હતી.

 

ખાસિયતો:

હાઇવે ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવાદ નિરાકરણ વ્યવસ્થાની જેમ એમસીએમાં સુધારા કરવા સોસાયટી ફોર એફોર્ડેબલ રિડ્રેસ્સલ ઓફ ડિસ્પ્યુટ્સપોર્ટ્સ (SAROD-PORTS)ની રચનાની વિચારણા કરવામાં આવી છે.

 

સંશોધિત એમસીએની ખાસિયતોમાં નીચેની ખાસિયતો સામેલ છેઃ-

i. વાણિજ્યિક કામગીરી શરૂ થવાની તારીખ (સીઓડી)થી 2 વર્ષ પૂર્ણ થયા પછી ડેવલપર્સને તેમની ઇક્વિટીનાં 100 ટકા હિસ્સા સુધીનું વેચાણ કરવા એક્ઝિટ રૂટ પ્રદાન કરવાની જોગવાઈ. આ જોગાવાઇઓ હવે હાઇવે સેક્ટરની એમસીએ જોગવાઈઓ જેવી છે.

ii. વિશેષાધિકારીને વધારે જમીનની જોગવાઈ કર્યા મુજબ, જમીનનું ભાડું પ્રસ્તાવિત વધારાની જમીન માટે લાગુ ભાડાનાં દરનાં 200 ટકાથી ઘટાડીને 120 ટકા કરવામાં આવ્યું .

iii. વિશેષાધિકારીને "મિલિયન ટન કાર્ગો/ટીઇયુનું વહન દીઠ"નાં આધારે રોયલ્ટી ચુકવવામાં આવશે, જે વાર્ષિક ડબલ્યુપીઆઇમાં ફેરફાર મુજબ અનુક્રમિત રહેશે. તે રોયલ્ટી લાગુ કરવાની વર્તમાન પ્રક્રિયાનું સ્થાન લેશે, જેમાં રોયલ્ટી કુલ આવકની ટકાવારી, બિડિંગ દરમિયાન ક્વોટેશન, ટેરિફ ઓથોરિટી ફૉર મેજર પોર્ટ્સ (ટેમ્પ) દ્વારા સૂચિત આગોતરી સાધારણ ટેરિફ ટોચમર્યાદાનાં આધારે ગણવામાં આવે છે. જે આવકની વહેંચણી ભાડાની ટોચમર્યાદા પર અને કિંમત ડિસ્કાઉન્ટની અવગણના જેવી સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) ઓપરેટર્સની લાંબા ગાળાથી વિલંબિત ફરિયાદોનાં નિરાકરણમાં મદદરૂપ થશે, ટેમ્પ દ્વારા સંગ્રહ કરવાનાં નક્કી કરેલા ચાર્જ અને સ્ટોરેજ ચાર્જ પર આવકની વહેંચણી સાથે સંકળાયેલ સમસ્યાઓ છે, જેનાં પરિણામે સ્થગિત થયેલા ઘણાં પ્રોજેક્ટ્સને રદ પણ કરવામાં આવશે.

iv. વિશેષાધિકારી ઊંચી ક્ષમતા ધરાવતા ઉપકરણ/સુવિધાઓ/ટેકનોલોજી તૈનાત કરી શકશે તથા વધારે ઉત્પાદકતા મેળવવા અને ઉપયોગિતા સુધારવા અને/અથવા પ્રોજેક્ટની મિલકતોનાં ખર્ચમાં બચત કરવા વેલ્યુ એન્જિનીયરિંગ હાથ ધરી શકશે.

v. "પ્રોજેક્ટના વાસ્તવિક ખર્ચ"નું સ્થાન "પ્રોજેક્ટનો કુલ ખર્ચ" લેશે.

vi. "કાયદામાં ફેરફાર"ની નવી પરિભાષામાં પણ સામેલ હશે

a. ટેમ્પ માર્ગદર્શિકા/ઓર્ડર્સ, પર્યાવરણ સાથે સંબંધિત કાયદાનાં પરિણામે ધારાધોરણો અને શરતો લાગુ કરવી અને

b. વિશેષાધિકારીને પ્રોત્સાહન કે છૂટછાટ આપવા માટે કરવેરા અને ડ્યુટીમાં વધારો તથા નવા કરવેરા અને ડ્યુટી લાગુ કરવા. પ્રોજેક્ટની વ્યવહારિકતાને અસર થઈ હોવાથી હવે વિશેષાધિકારીને કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારો દ્વારા પ્રત્યક્ષ કરવેરા લાગુ કરવા/તેમાં વધારો કરવાનાં સંબંધ સિવાય નવા કરવેરા, ડ્યુટી વગેરે લાગુ કરવામાંથી અને તેમાં વધારો કરવામાંથી મુક્તિ આપવામાં આવશે.

vii. સીઓડી અગાઉ કામગીરી શરૂ કરવા માટે જોગવાઈ. ઔપચારિક પૂર્ણતા પ્રમાણપત્ર અગાઉ ઘણાં પ્રોજેક્ટ્સમાં બંદર દ્વારા પ્રદાન કરવામાં આવેલ મિલકતોનાં શ્રેષ્ઠ ઉપયોગ તરફ દોરી જશે.

viii. પુનઃધિરાણ સાથે સંબંધિત જોગવાઈનો ઉદ્દેશ વિશેષાધિકારીને ઓછા ખર્ચે લાંબાં ગાળાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી પ્રોજેક્ટની નાણાકીય વ્યવહારિકતામાં વધારો થાય.

ix. વિશેષાધિકારી અને વિશેષ અધિકાર પ્રદાન કરનાર સત્તામંડળ (કન્સેશનિંગ ઓથોરિટી) વચ્ચે હસ્તાક્ષર થયેલી પૂરક સમજૂતી પ્રસ્તુત કરીને પણ વર્તમાન વિશેષાધિકારીઓને વિવાદનું નિરાકરણ લાવવા SAROD-PORTSની જોગવાઈમાં વધારો.

x. બંદરનાં વપરાશકર્તાઓનાં ઉપયોગ માટે ફરિયાદી પોર્ટલની શરૂઆત.

xi. પ્રોજેક્ટનાં રિપોર્ટની સ્થિતિ નિયમિત સમયાંતરે જાણવા મોનિટરિંગ સમજૂતી કરવામાં આવી છે.

છેલ્લાં 20 વર્ષ દરમિયાન બંદર ક્ષેત્રમાં પીપીપી પ્રોજેક્ટ્સનાં વ્યવસ્થાપનમાં પ્રાપ્ત થયેલા અનુભવને ધ્યાનમાં રાખીને તથા એમસીએની ચોક્કસ જોગવાઈઓને કારણે ઊભી થતી સમસ્યાઓ દૂર કરવા સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે. હિતધારકો સાથે વિસ્તૃતપણે ચર્ચા કર્યા પછી એમસીએમાં સુધારાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1515283) Visitor Counter : 138


Read this release in: English