મંત્રીમંડળ

મંત્રીમંડળે બિલાસપુરમાં નવી એમ્સ સ્થાપિત કરવાની મંજૂરી આપી

Posted On: 03 JAN 2018 4:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ બિલાસપુર (હિમાચલપ્રદેશ)માં નવી એમ્સની સ્થાપના કરવા માટે મંજુરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 1351 કરોડ છે.

પ્રોજેક્ટની ખાસિયતો:

· નવા એમ્સનું નિર્માણકાર્ય 12 મહિનાનાં પૂર્વનિર્માણનાં તબક્કા, 30 મહિનાનાં નિર્માણનાં તબક્કા અને સ્થિરતા/કાર્યરત થવાનાં 6 મહિનાનાં તબક્કા સાથે કુલ 48 મહિનામાં પૂર્ણ થશે.

· સંસ્થા હોસ્પિટલ ધરાવશે, જેમાં 750 બેડ અને એક ટ્રોમા સેન્ટરની સુવિધા હશે.

· તેમાં દર વર્ષ 100 એમબીબીએસ વિદ્યાર્થીઓ ભણી શકે એવી મેડિકલ કોલેજ હશે.

· તેમાં એક નર્સિંગ કોલેજ હશે, જેમાં દર વર્ષે બી.એસસી. (નર્સિંગ)નાં 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.

· એમ્સ, નવી દિલ્હીની જેમ અહીં રહેણાંક સંકુલો અને આનુષંગિક સુવિધાઓ/સેવાઓ ઊભી કરવામાં આવશે.

· હોસ્પિટલ 20 સ્પેશ્યાલિટી/સુપર-સ્પેશ્યાલિટી વિભાગો ધરાવશે, જેમાં 15 ઓપરેશન થિયેટર સામેલ છે.

· તે મેડિસિનની પરંપરાગત વ્યવસ્થામાં સારવારની સુવિધાઓ પ્રદાન કરવા 30 બેડ સાથે આયુષ વિભાગ પણ ધરાવશે.

અસર:

નવી એમ્સની સ્થાપના બે પ્રકારનાં ઉદ્દેશ પાર પાડશે – એક, આ વિસ્તારનાં લોકોને સુપર સ્પેશ્યાલિટી હેલ્થકેર સેવા પ્રદાન કરશે. બે, આ વિસ્તારમાં તબીબી સેવાઓ પ્રદાન કરવા મોટી સંખ્યામાં ડૉક્ટર્સ અને અન્ય હેલ્થ વર્કર્સ પૂરાં પાડશે, જેઓ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન (એનએચએમ) હેઠળ ઊભી કરવામાં આવેલી પ્રાથમિક અને દ્વિતીયક સ્તરની સંસ્થાઓ/સુવિધાઓ માટે ઉપલબ્ધ થઈ શકશે.

પૃષ્ઠભૂમિ:

આ યોજના હેઠળ, એમ્સની સ્થાપના ભુવનેશ્વર, ભોપાલ, રાયપુર, જોધપુર, ઋષિકેશ અને પટણામાં થઈ છે, જ્યારે રાયબરેલીમાં એમ્સનું નિર્માણકાર્ય ચાલુ છે. ઉપરાંત વર્ષ 2015માં નાગપુર (મહારાષ્ટ્ર), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને ગુન્તુરમાં મંગલગીરી (આંધ્રપ્રદેશ)માં ત્રણ એમ્સ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી, વર્ષ 2016માં ભટિન્ડા અને ગોરખપુરમાં બે એમ્સ સ્થાપિત કરવાની તથા કામરૂપ (અસમ)માં એક એમ્સ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

 

NP/J.Khunt/GP/RP


(Release ID: 1515235) Visitor Counter : 113


Read this release in: English