મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
શ્રીમતી મેનકા સંજય ગાંધીએ મહિલા સશક્તિકરણ માટેનાં ઓનલાઇન પોર્ટલ ‘નારી’નું ઉદઘાટન કર્યું
प्रविष्टि तिथि:
02 JAN 2018 5:52PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 02-01-2018
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધીએ નવી દિલ્હી ખાતે આજે એક ઓનલાઇન પોર્ટલ ‘નારી’નું ઉદઘાટન કર્યું હતુ, જે મહિલા સશક્તિકરણ માટેની એક મહત્વની પહેલ છે. મહિલાઓ માટેની સરકારી યોજનાઓ અને પહેલોની માહિતી સરળતાથી મેળવવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ પોર્ટલ વિકસાવ્યું છે. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા ગાંધીએ ઇ-સંવાદ પોર્ટલનું પણ ઉદઘાટન કર્યું હતુ, આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં શ્રીમતી મેનકા સંજય ગાંધીએ માહિતી આપી હતી કે, આઝાદી પછી મહિલાઓ માટે સૈપ્રથમ વાર તેઓના લાભ માટેની માહિતી સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાઇ રહી છે. આ પોર્ટલ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે ચાલી રહેલી યોજનાઓની માહિતી ઉપલબ્ધ છે. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રાયલ દ્વારા વર્ષ 2018મા હાથ ધરવામાં આવનાર કાર્યોની રૂપરેખા પણ મંત્રીએ આપી હતી, તેઓએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2018માં નેશનલ ન્યુટ્રિશન મિશન લોન્ચ કરવામાં આવશે જે સમગ્ર દેશનાં 315 જીલ્લાઓમાં કાર્યાન્વિત થશે. આશરે 50.7 લાખ મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ શરતોને આધિન નાણા ફાળવવામાં આવશે.
ઉપરાંત મંત્રાલય દ્વારા બાળકોની મદદ માટે કાર્યરત ચાઇલ્ડલાઇન હેલ્પલાઇનની વિગતો આપતા શ્રીમતી મેનકા સંજય ગાંધીએ જણાવ્યું હતુ કે માર્ચ, 2018 સુધીમાં હાલ 412 શહેરોમાં કાર્યરત ચાઇલ્ડલાઇનને 500 શહેરોમાં વિસ્તારિત કરવામાં આવશે તેમજ 88 રેલવે સ્ટેશન આવરી લેવામાં આવશે, જે અત્યારે 33 સ્ટેશનો પર ઉપલબ્ધ છે.
નારી પોર્ટલ વિશેની માહિતી આપતા શ્રીમતી મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે 350 થી વધુ યોજનાઓની મહિતી એક સાથે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો અમારો પ્રયાસ છે. આ યોજનાઓની માહિતી સાથે જે તે મંત્રાલય, વિભાગ કે સ્વાયત્ત સંસ્થાઓની લીન્ક પણ આપવામાં આવી છે, જેથી કોઇ લાભ મેળવવા ઓનલાઇન અરજી કરી શકાય.
ઇ-સંવાદ પોર્ટલ દ્વારા વિવિધ એનજીઓ અને સામાજીક સંસ્થાઓ પોતાના સૂચનો જણાવી શકે છે, ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રાયલનાં વરિષ્ઠ અધિકારીઓ આ સૂચનો જોઇને જરૂરી કામગીરી કરશે. આમ આ પોર્ટલ મહિલા અને બાળકોનાં કલ્યાણ માટેની નીતિઓ અને પગલા લેવા માટે અસરકારક રીતે ઉપયોગી થઇ રહેશે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1515059)
आगंतुक पटल : 479
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English