PIB Headquarters
પીઆરએસઆઈ રાષ્ટ્રીય પુરસ્કાર 2017માં એચપીસીએલનો દબદબો
Posted On:
22 DEC 2017 4:29PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 21-12-2017
હમણાં જ વિશાખા પટ્ટનમમાં આયોજિત 39માં ઓલ ઈન્ડિયા પબ્લિક રિલેશનસ કોન્ફરન્સમાં એચપીસીએલને 5 સર્વશ્રેષ્ઠ પુરસ્કારથી સમ્માનિત કરાયું.
પુરસ્કારમાં નીચે મુજબના પુરસ્કાર સામેલ છે :
- સર્વશ્રેષ્ઠ ગૃહ પત્રિકા (હિન્દી) – એચપી સમાચાર
- સર્વશ્રેષ્ઠ ગૃહ પત્રિકા (અંગ્રેજી) – એચપી ન્યૂઝ
- સર્વશ્રેષ્ઠ વાર્ષિક રિપોર્ટ
- સર્વશ્રેષ્ઠ પીએસયૂ અમલીકરણ સીએસઆર
- સર્વશ્રેષ્ઠ સીએસઆર પરિયોજના – ચાઈલ્ક કેર
આ પુરસ્કાર આંધ્રપ્રદેશના માનનીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી ગન્તા શ્રીનિવાસ રાવ દ્વારા અર્પણ કરાયા.
આ પુરસ્કોરનું મૂલ્યાંકન એક ખાસ પેનલ દ્વારા કરાયું જેમાં શ્રી આશીષ ગુપ્તાસ, સંયુક્ત સંપાદક – ફોર્ચ્યૂન પત્રિકા, સુશ્રી યેશી સેલી, સંયુક્ત સંપાદક, બિજનેશ ઈન્ડિયા, શ્રી એસ. કે. ચતુર્વેદી, પૂર્વ અધ્યક્ષ – પાવર ગ્રિડ, સુશ્રી અર્ચના દત્તા, પૂર્વ મીડિયા સલાહકાર અને શ્રી સાર્થક બેહુરા, પૂર્વ અધ્યક્ષ, ઈન્ડિયન ઓઈલનો સમાવેશ હતો.
પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા (પીઆરએસઆઈ)ની સ્થાપના 1658માં કરાઈ હતી જેનો ઉદ્દેશ જન સંપર્કને એક વ્યવસાયના રૂપમાં પ્રોત્સાહિત કરવાનો તથા લોકોને તૈયાર કરવા અને તેની વ્યાખ્યા કરવા હેતુ કરાયો હતો. જન સંપર્કનો ઉદ્દેશ તથા સંભવિત વ્યૂહાત્મક સંચાલન કાર્ય કરવાનો છે. પીઆરએસઆઈ દર વર્ષે અખિલ ભારતીય જન સંપર્ક સમારોહનું આયોજન કરે છે અને આ વર્ષે વિશાખાપટ્ટનમની સ્માર્ટ સિટીજ તેમજ સ્માર્ટ કોમ્યુનિકેશનના વિચારને હાથ ધરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
NP/GP
(Release ID: 1513834)
Visitor Counter : 233