રેલવે મંત્રાલય

બુલેટ ટ્રેન પરિયોજના

Posted On: 20 DEC 2017 5:16PM by PIB Ahmedabad

નવી દિલ્હી,  20-12-2017

 

મુંબઈ – અમદાવાદ હાઈ સ્પીડ રેલ પરિયોજનાની મુખ્ય વિશેષતાઓ :-

 

સાબરમતી અને મુંબઈ (508 કિ.મી.)ની મધ્ય રેલ પાટા જમીનના ઉપર સ્તંભો પર આધારીત હશે. જેમાં 12 સ્ટેશન હશે.

વધુમાં વધુ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાકની હશે, જ્યારે સંચાલન ગતિ 320 કિલોમીટર પ્રતિ કંલાકની હશે.

એક ઝડપી ટ્રેન માટે મુંબઈ થી સાબરમતી વચ્ચે યાત્રા સમય 2.07 કલાક હશે. રસ્તમાં આનારા દરેક સ્ટેશનો પર રોકાનારી ટ્રેન માટે આ સમયગાળો 2.58 કલાક હશે.

પરિયોજનાનો અંદાજિત ખર્ચ – 1,08,0000 કરોડ રૂપિયા. કુલ પ્રોજેક્ટ ખર્ચનો 81 ટકા હિસ્સો જાપાન સરકાર દ્વારા લોન તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ લોન 0.1 ટકા વ્યાજ દર સાથે 15 વર્ષની ગ્રેસ પીરિયડ સાથે 50 વર્ષમાં ચૂકવવાપાત્ર છે.

2022-23માં આ પરિયોજનાને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.

દિલ્હી – ચેન્નઈ હિત કેટલાક રેલ માર્ગો માટે સંભાવન – રિપોર્ટ તૈયાર કરવાને મંજૂરી આપી દેવાઈ છે.

આ પ્રેસ વિજ્ઞપ્તિ રેલ રાજ્યમંત્રી શ્રી રાજેન ગોહેન દ્વારા લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં અપાયેલ જાણકારી પર આધારિત છે. (20-12-2017, બુધવાર)

 

 

NP/GP                                                                            


(Release ID: 1513390) Visitor Counter : 176