માહિતી અને પ્રસારણ મંત્રાલય
‘આરએનઆઈ રિપોર્ટ’ પ્રિન્ટ મીડિયાનો મહત્ત્વપૂર્ણ સૂચકાંક છે: સ્મૃતિ ઝુબિન ઈરાની
પ્રેસ ઈન ઇન્ડિયા રિપોર્ટ માહિતી અને પ્રસારણ મંત્રીને પ્રસ્તુત કરવામાં આવ્યો રજિસ્ટર્ડ પ્રકાશનોમાં 3.58 ટકાની વૃદ્ધિ થઈ 2016-17 દરમિયાન 4007 નવા પ્રકાશનો જાહેર થયા ઉત્તરપ્રદેશ (યુપી) સૌથી વધુ રજિસ્ટર્ડ પ્રકાશનોની યાદીમાં ટોચનાં સ્થાને
Posted On:
15 DEC 2017 10:16PM by PIB Ahmedabad
નવી દિલ્હી 15-12-2017
ભારત (આરએનઆઈ) માટે રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર્સનું વાર્ષિક પ્રકાશન “પ્રેસ ઇન ઇન્ડિયા 2016-17”ને પ્રિન્સિપલ ડિરેક્ટર જનરલ શ્રી ગણેશને ટેક્સટાઇલ્સ અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની સમક્ષ રજૂ કર્યો હતો. આજે આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ શ્રી એન કે સિંહા તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં.
આ પ્રસંગે શ્રીમતી ઇરાનીએ જણાવ્યું હતું કે, આ પ્રકાશન છેલ્લાં એક વર્ષમાં ભારતીય અખબાર ઉદ્યોગની પ્રગતિ ચકાસવા અતિ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે. આ રિપોર્ટ ઉદ્યોગ માટે વૃદ્ધિની રૂપરેખાનું વિસ્તૃત વિશ્લેષણ આપે છે, જેમાં પ્રાદેશિક ભાષાઓ અને પેપર્સની વૃદ્ધિનો ચિતાર રજૂ કરે છે.
ચાલુ વર્ષની મુખ્ય બાબતોમાં 2016-17 દરમિયાન 4007 નવા પ્રકાશનો જાહેર થવાની, રજિસ્ટર્ડ પબ્લિકેશનમાં 3.58 ટકાનો વૃદ્ધિદર, સૌથી વધુ સંખ્યામાં રજિસ્ટર્ડ પ્રકાશનો ધરાવવામાં ઉત્તરપ્રદેશ (યુપી)નું ટોચ પર અને મહારાષ્ટ્રનું બીજા સ્થાને રહેવું સામેલ છે.
પૃષ્ઠભૂમિઃ
આરએનઆઇને પીઆરબી કાયદા, 1867ની કલમ 19 (જી) હેઠળ દર વર્ષે 31 ડિસેમ્બરનાં રોજ કે એ અગાઉ સરકારને વાર્ષિક અહેવાલ સબમિટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
રિપોર્ટ આરએનઆઇ પાસે ઉપલબ્ધ ડેટાનું સંકલન છે અને નાણાકીય વર્ષ 2016-17 માટે સમગ્ર દેશમાં પ્રકાશનો દ્વારા ઓનલાઇન ફાઇલ કરાયેલી વિગતો વાર્ષિક નિવેદનમાં સબમિટ કરવામાં આવી છે. પ્રેસ ઇન ઇન્ડિયા રિપોર્ટ ભારતીય પ્રિન્ટ મીડિયામાં હકીકતો અને પ્રવાહનો ચિતાર રજૂ કરે છે. રિપોર્ટની આતુરતાપૂર્વક પ્રિન્ટ મીડિયા, મીડિયા વિશ્લેષણ અને સંશોધન નિષ્ણાતો રાહ જુએ છે.
2016-17માં ઇન્ડિયન પ્રેસની મુખ્ય બાબતો (31 માર્ચ, 2017 સુધી)
|
|
11
|
રજિસ્ટર્ડ પ્રકાશનોની કુલ સંખ્યા
- અખબારની કેટેગરી (દૈનિક, બાઇ વીકલી/ટ્રાઇ વીકલી પીરિયોડિસિટી)
- સામાયીકોની કેટેગરી (અન્ય સમયાંતરે)
|
::
|
1,14,820
16,993
97,827
|
22
|
2016-17 દરમિયાન રજિસ્ટર્ડ થયેલા નવા પ્રકાશનોની સંખ્યા
|
::
|
4,007
|
33
|
2016-17માં બંધ થયેલા પ્રકાશનોની સંખ્યા
|
::
|
38
|
44
|
ગયા વર્ષની સરખામણીમાં કુલ રજિસ્ટર્ડ પ્રકાશનોની વૃદ્ધિ, ટકાવારીમાં
|
::
|
3.58 %
|
55
|
કોઈ પણ ભારતીય ભાષામાં સૌથી વધુ રજિસ્ટર્ડ પ્રકાશનો (હિંદી)
|
::
|
46,587
|
66
|
હિંદી સિવાય કોઈપણ ભાષામાં સૌથી વધુ રજિસ્ટર્ડ પ્રકાશનો (અંગ્રેજી)
|
::
|
14,365
|
77
|
સૌથી વધુ રજિસ્ટર્ડ પ્રકાશનો ધરાવતું રાજ્ય (ઉત્તરપ્રદેશ)
|
::
|
17,736
|
88
|
સંખ્યાની દ્રષ્ટિએ બીજાં સૌથી વધુ રજિસ્ટર્ડ પ્રકાશનો ધરાવતું રાજ્ય (મહારાષ્ટ્ર)
|
ન:
|
15,673
|
99
|
વાર્ષિક નિવેદનો સબમિટ કરનાર પ્રકાશનોની સંખ્યા (આ આંકડામાં 1,472 મિશ્ર પ્રકાશનો છે)
|
::
|
31,028
|
110
|
2016-17 દરમિયાન પ્રકાશનોનાં કુલ સરક્યુલેશનનો દાવો
- હિંદી પ્રકાશનો
- અંગ્રેજી પ્રકાશનો
- ઉર્દૂ પ્રકાશનો
|
::
|
48,80,89,490
23,89,75,773
5,65,77,000
3,24,27,005
|
111
|
કોઈપણ ભાષામાં વાર્ષિક નિવેદન સબમિટ કરનાર સૌથી વધુ પ્રકાશનોની સંખ્યા (હિંદી).
|
::
|
15,596
|
112
|
કોઈપણ ભાષામાં વાર્ષિક નિવેદન સબમિટ કરનાર બીજું સૌથી વધુ સરક્યુલેશન ધરાવતાં પ્રકાશનો (અંગ્રેજી).
|
::
|
2,317
|
113
|
સૌથી વધુ સરક્યુલેશન ધરાવતું દૈનિક: “આનંદ બાઝાર પત્રિકા”, બંગાળી, કોલકાતા.
|
::
|
11,16,428
|
114
|
બીજું સૌથી વધુ સરક્યુલેશન ધરાવતું દૈનિક: “ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” અંગ્રેજી, દિલ્હી.
|
::
|
9,56,054
|
115
|
સૌથી વધુ સરક્યુલેશન ધરાવતું હિંદી દૈનિક: “પંજાબ કેસરી”, જલંધર
|
::
|
7,14,888
|
116
|
સૌથી વધુ સરક્યુલેશન ધરાવતું મલ્ટિ-એડિશન ડેઇલીઃ “દૈનિક ભાસ્કર”, હિંદી. (46 એડિશન)
|
::
|
47,36,785
|
117
|
બીજું સૌથી વધુ સરક્યુલેશન ધરાવતી મલ્ટિ-એડિશન ડેઇલી: “ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”, અંગ્રેજી. (33 એડિશન)
|
::
|
42,68,703
|
118
|
સૌથી વધુ સરક્યુલેશન ધરાવતું સામયિક: “ધ સન્ડે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”, અંગ્રેજી/સાપ્તાહિક એડિશન, દિલ્હી.
|
::
|
8,35,269
|
119
|
મલયાલમમાં સૌથી વધુ સરક્યુલેશન ધરાવતું સામયિક: “વનિતા”, મલયાલમ/પખવાડિક એડિશન, કોટ્ટાયમ.
|
::
|
6,47,104
|
220
|
ટાઇટલ માટે પ્રાપ્ત થયેલી કુલ અરજીઓ
i) માન્ય થયેલા ટાઇટલ્સ
ii) ડિબ્લોક થયેલા ટાઇટલ્સ
|
:
છ:
:
|
20,555
9,278
6,506
|
|
|
|
|
|
GP
(Release ID: 1512879)
|