મંત્રીમંડળ

મંત્રીમંડળે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ મેટ્રો રેલવે સલામતી પંચની કામગીરીઓ હાથ ધરવા કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટીની એક સર્કલ ઓફિસ સ્થાપિત કરવાની મંજૂરી આપી

Posted On: 15 DEC 2017 10:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત રેલવે સુરક્ષા પંચમાં મેટ્રો રેલ (કામગીરી અને જાળવણી) ધારો, 2002માં પરિકલ્પના કરવામાં આવી છે, તેમ મેટ્રો રેલવે સલામતી પંચની કામગીરી હાથ ધરવા તમામ સહાયક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (સીએમઆરએસ)ની એક સર્કલ ઓફિસ ઊભી કરવા માન્યતા આપી છે.

મંત્રીમંડળે હાલનાં બે રેલવે સેફ્ટી કમિશનર (સીઆરએસ)ને બે સર્કલનો વધારાનો ચાર્જ સુપરત કરવાની મંજૂરી આપી છે, જે તેમનાં વર્તમાન અધિકાર ક્ષેત્રની અંદર પોતાનાં અધિકારોનો ઉપયોગ કરશે. આ સર્કલ સીએમઆરએસ, નવી દિલ્હીનાં અધિકાર ક્ષેત્રને આધિન નહીં હોય.

મેટ્રો રેલવે સેફ્ટી કમિશનરનાં પદે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત રેલવે સુરક્ષા પંચમાં એચએજી (વેતન સ્તર 15)માં હશે. એક સર્કલ ઓફિસ માટે વતન પર અંદાજિત ખર્ચ રૂ. 59,39,040 થશે. સંગઠનની પ્રારંભિક સ્થાપના ઉપરાંત સર્કલ ઓફિસ માટે સંભવિત વાર્ષિક ખર્ચ રૂ. 7,50,000 થશે.

આ પદોનાં સર્જનથી વર્તમાન અને વિવિધ આગામી રેલવે યોજનાનાં સંબંધમાં પ્રવાસી સુરક્ષા અને મેટ્રો રેલ કામગીરી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સુનિશ્ચિત થશે, જેમ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત રેલવે સુરક્ષા પંચમાં મેટ્રો રેલ (કામગીરી અને જાળવણી) ધારા, 2002માં જોગવાઈ છે.

અમલીકરણ કાર્ય નીતિ અને લક્ષ્યાંકઃ

મેટ્રો રેલવે સુરક્ષાનાં કમિશનરનાં પદને સંઘ લોક સેવા પંચની સલાહ લઇને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા રેલવે મંત્રાલય ઇચ્છુક અધિકારોની ભરતીનાં માધ્યમથી ભારતીય રેલવે એન્જિનીયરિંગ સેવાઓ (આઇઆરએસઇઇ, આઇઆરએસએસઇ, આરએસએમઇ)ની શ્રેણી અને આઇઆરટીએસ સાથે ભરવામાં આવશે. આ પ્રારંભિક સ્વરૂપે રેલવે સુરક્ષા પંચમાં રેલવે સુરક્ષા કમિશનર માટે ભરતનાં નિયમો અનુસાર હશે. આ પદો ભરવાની પ્રક્રિયાની શરૂઆત બે મહિનાની અંદર કરવામાં આવશે.

મેટ્રો રેલવે સુરક્ષાનાં ડેપ્યુટી કમિશનર (ડેપ્યુટી સીએમઆરએસ) અને સહાયક કર્મચારીઓનાં પદોનું સર્જનનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયનાં ખર્ચ વિભાગ સામે રજૂ કરવામાં આવશે. તેને મંજૂરી મળતાં પદનાં સર્જન માટે તાત્કાલિક આદેશ જાહેર કરવામાં આવશે.

પૃષ્ઠભૂમિઃ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય (ભારત સરકાર)નાં વહીવટી નિયંત્રણ અંતર્ગત કાર્યરત રેલવે સુરક્ષા પંચ રેલવે યાત્રાની સુરક્ષા અને રેલવે કામગીરી સાથે સંબંધિત કાર્યોનું વહન કરે છે તથા રેલવે ધારા, 1989 અંતર્ગત તેનાં પર થોડાં વિશેષ કાયદેસર કાર્યોનો અમલ કરવાની પણ જવાબદારી છે. આ કાર્યમાં નિરીક્ષણ સંબંધિત, તપાસ સંબંધિત અને સલાહ આપવાનું કામ સામેલ છે. પંચ રેલવે ધારા અંતર્ગત નિર્મિત થોડાં વિશેષ નિયમો અને સમયે-સમયે જાહેર કરેલ કાર્યકારી સૂચનોને અનુરૂપ કાર્ય કરે છે. પંચની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે પ્રવાસી પરિવહન માટે ખોલવામાં આવેલી દરેક નવી રેલવે લાઇન રેલ મંત્રાલય દ્વારા અનુશાસિત માપદંડો અને સૂચનોને અનુરૂપ હોય તથા નવી રેલવે લાઇન દરેક પ્રકારે પ્રવાસીની અવરજવરની કામગીરી માટે સુરક્ષિત હોય. આ માપદંડો ગેજ કન્વર્ઝન, લાઇનોનો ડબલ કરવી અને વર્તમાન લાઇનોનાં વિદ્યુતીકરણ જેવા અન્ય કામગીરીઓને પણ લાગુ થાય છે. પંચ મોટી રેલવે દુર્ઘટનાઓની કાયદેસર તપાસ પણ કરે છે અને ભારતમાં રેલવે સુરક્ષાને શ્રેષ્ઠ બનાવવાનો ઇરાદો પણ ધરાવે છે.

પ્રવાસીઓને સુરક્ષાની પ્રાથમિકતા આપવા અને સુરક્ષા પ્રમાણીકરણમાં એકરૂપતા સુનિશ્ચિતતા કરવા મેટ્રો રેલવે (કામગીરી અને જાળવણી) ધારા, 2002ને લાગુ કરી હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલયે મેટ્રો રેલવેનાં સંબંધમાં મેટ્રો રેલવે સુરક્ષા કમિશનરને આવી જવાબદારી પ્રદાન કરે છે. સીએમઆરએસ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત રેલવે સુરક્ષાનાં મુખ્ય કમિશનરનાં વહીવટી નિયંત્રણમાં રહેશે.

 

GP



(Release ID: 1512877) Visitor Counter : 114