મંત્રીમંડળ

મંત્રીમંડળે હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ઓપરેશનલ ઓશનોગ્રાફીની સ્થાપના માટે યુનેસ્કો સાથે થયેલી સમજૂતીને મંજૂરી આપી

Posted On: 15 DEC 2017 9:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે હૈદરાબાદમાં યુનેસ્કોની કેટેગરી-2 સેન્ટર (સી2સી) તરીકે ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ઓપરેશનલ ઓશનોગ્રાફીની સ્થાપનાને મંજૂરી આપી છે.

આ સમજૂતીનો ઉદ્દેશ યુનેસ્કોનાં માળખા અંતર્ગત ઇન્ડિયન ઓશન રિમ (આઇઓઆર), હિંદ અને એટલાન્ટિક મહાસાગરોનાં કિનારે વસેલા આફ્રિકાનાં દેશો, નાનાં ટાપુના દેશોના વિકાસ માટે તાલીમ કેન્દ્ર સ્થાપિત કરવાનો છે. કાર્યકારી સમુદ્રશાસ્ત્ર માછીમારો, આપત્તિ વ્યવસ્થાપન, જહાજ, બંદરો, દરિયાઈ રાજ્યો, નૌકાદળ, તટરક્ષક, પર્યાવરણ, રોજિંદા કામગીરી હાથ ધરવા ઓફશોર ઉદ્યોગો વગેરે વિવિધ ક્ષેત્રોને માહિતી પ્રદાન કરવા વ્યવસ્થિત સમુદ્રીશાસ્ત્રનાં અભ્યાસો હાથ ધરવાની પ્રવૃત્તિ છે.

કેન્દ્ર સરકાર ક્ષમતા નિર્માણ અને તાલીમ, માહિતીની વહેંચણી અને તેનું આદાનપ્રદાનનાં ક્ષેત્રોમાં સહાય પ્રદાન કરશે એટલે યુનેસ્કોની કામગીરીની અસર અને વિઝિબિલિટી વધારી યુનેસ્કો અને તેની ઇન્ટરગવર્મેન્ટલ ઓશનોગ્રાફી કમિશન (આઇઓસી) માટે કિંમતી સંસાધનોનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

યુનેસ્કો કેટેગરી-2 સેન્ટરની સ્થાપના ભારત માટે હિંદ મહાસાગરમાં અગ્રણી દેશ તરીકે વિકસવાની તક પ્રદાન કરશે. આ ભારતને હિંદ મહાસાગરનાં દેશો સાથે સહકાર સ્થાપિત કરવા અને જોડાણ વધારવામાં મદદરૂપ પણ થશે, જેમાં દક્ષિણ એશિયાનાં અને આફ્રિકાનાં દેશો સામેલ છે, જે હિંદ મહાસાગર સાથે સરહદો ધરાવે છે. આ કેન્દ્રની સ્થાપના દુનિયાભરમાં દરિયાઈ અને દરિયાકિનારાનાં સ્થાયી અસ્તિત્વ સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા તથા દરિયાઈ કુદરતી આપત્તિઓ સામે અસરકારક રીતે વિસ્તારને સુરક્ષિત કરવા સંપૂર્ણ સંસાધનો સાથે સજ્જ કરવા ટેકનિકલ અને મેનેજમેન્ટ ક્ષમતા ઊભી કરવાની વધતી જરૂરિયાતોમાં સહાયક બનશે. આ કેન્દ્ર તેનાં ભૌગોલિક વિસ્તારમાં દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધન ક્ષમતા ઊભી કરવા સાથે સંબંધિત સ્થાયી વિકાસ લક્ષ્યાંક 14 (એસડીજી 14) હાંસલ કરવામાં પ્રદાન કરી શકે છે, જે નાનાં ટાપું વિકાસશીલ દેશો, ઓછા વિકસિત દેશોને ટેકો આપવાની કટિબદ્ધતા પણ પૂર્ણ કરશે.

આ સી2સીનો આશય વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓનું કૌશલ્ય વધારવાનો છે, જે ભારતની અંદર અને બહાર રોજગારીની તકો વધારશે. સી2સીની સ્થાપના આનુષંગિક વિકાસમાં વૃદ્ધિ કરશે એવી પણ અપેક્ષા છે, જે ભારતમાં રોજગારીનાં સર્જન તરફ દોરી જશે. અત્યારે આ સેન્ટર હૈદરાબાદમાં ઇન્ડિયન સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (આઇએસીઓઆઇએસ)માં અત્યાધુનિક સુવિધાઓ સાથે કાર્યરત છે. અત્યાર સુધી ભારતનાં 576 અને અન્ય 34 દેશોનાં 105 એમ કુલ 681 વૈજ્ઞાનિકોએ આ કેન્દ્રમાં ઓપરેશન ઓશનોગ્રાફીનાં વિવિધ પાસાંમાં તાલીમ લીધી છે. બિલ્ડિંગ અને ટ્રેનિંગ હોસ્ટેલ જેવી અન્ય માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવામાં આવે છે. અહીં વૈશ્વિક કક્ષાનું વિઝન ધરાવતાં અને સમગ્ર વિશ્વમાંથી તાલીમાર્થીઓને આમંત્રણ આપવાનો વિચાર કરવામાં આવ્યો છે તેમજ લાંબા ગાળાનાં અભ્યાસક્રમો (3 થી 9 મહિના) બનાવવા માટે કામ ચાલી રહ્યું છે.

GP


(Release ID: 1512871) Visitor Counter : 187