કાપડ મંત્રાલય

શ્રમપ્રચૂર ટેક્સટાઈલ અને તૈયાર વસ્ત્ર ઉદ્યોગ ક્ષેત્રે નિકાસમાં વૃદ્ધિ અને રોજગાર નિર્માણ માટે જીએસટીના આગમન પછીના દર નક્કી કરાયા

Posted On: 25 NOV 2017 7:18PM by PIB Ahmedabad

રેડીમેડ ગાર્મેન્ટસ અને મેડ-અપ્સની નિકાસને ટેકા માટે સરકારે તા.24 નવેમ્બર, 2017ના રોજ નોટીફિકેશન નંબર 14/26/2010- IT મારફતે રાજ્ય સરકારો દ્વારા રેડીમેડ ગાર્મેન્ટસ, મેડ-અપ્સની નિકાસ ઉપર લેવાતી વિવિધ પ્રકારનાં રેમીશન ઓફ સ્ટેટ લેવીઝ (RoSL) અને AA-RoSL હેઠળ ગાર્મેન્ટસ માટે દર નક્કી કરાયા હતા.

 

જીએસટી પછી RoSL ના દર સુતરાઉ વસ્ત્રો માટે મહત્તમ 1.70 ટકા, MMF રેશમ તેમજ ઉનનાં વસ્ત્રો માટે 1.25 ટકા અને મિશ્ર કાપડાના વસ્ત્રો માટે 1.48 ટકા કરાયા છે. સુતરાઉ મેડ-અપ્સ માટે મહત્તમ 2.20 ટકા, MMF અને રેશમના મેડ-અપ્સ માટે 1.40 ટકા અને મિશ્ર મેડ-અપ્સ માટે 1.80 ટકા રખાયા છે. શણના બનેલા કોથળા અને થેલા માટેનો દર 0.60 ટકા રખાયો છે. AA-AIR માટેનો સંયુક્ત RoSL દર 0.66 ટકા રાખવામાં આવ્યો છે.

 

ભારત સરકારના નિર્ણય મુજબ જીએસટીના આગમન પછી RoSL ના દર અંગેના નોટિફિકેશન દ્વારા નિકાસને વેગ આપવા માટે અને શ્રમ પ્રચૂર ટેક્સટાઈલ્સ અને વસ્ત્ર ઉદ્યોગ ક્ષેત્રે રોજગાર નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા લેવીઝ / વેરાઓનાં રીબેટ માટે બહાર પાડવામાં આવે છે. આ નોટિફીકેશનથી કાપડ મંત્રાલયનું તા.28-9-2017નું નોટિફીકેશન નં. 14/26/2016-IT નાં સ્થાને અમલમાં આવશે. આ દર તા.01-10-2017 થી અસરાકારક બને તે રીતે અમલમાં આવશે. વધુમાં ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા ઈન્ડિયા સ્કીમ હેઠળ મર્કેન્ડાઇઝ એક્સપોર્ટસ ફ્રોમ ઇન્ડિયા (MEIS) હેઠળના રેડિમેઇડ ગારમેન્ટ્સ પરનાં દર 2 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવ્યા છે, જે તા.1 નવેમ્બર, 2017થી તા.30 જૂન, 2018 સુધી અમલમાં રહેશે. આ પગલાંથી ભારતમાં ગાર્મેન્ટસ અને મેડ-અપ્સની નિકાસોને વેગ મળવાની અપેક્ષા છે.

 

NP/J.Khunt/RP



(Release ID: 1510852) Visitor Counter : 155


Read this release in: English