સંસદીય બાબતોનું મંત્રાલય
સંસદનું શિયાળુ સત્ર 15 ડિસેમ્બર, 2017 થી 5 જાન્યુઆરી 2018 સુધી ચાલશે
Posted On:
24 NOV 2017 1:03PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 24-11-2017
સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (સીસીપીએ)એ આજે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર 15 ડિસેમ્બર, 2017 થી 5 જાન્યુઆરી, 2018 સુધી આયોજિત કરવાની ભલામણ કરી છે. આ સમયગાળો સરકારી કામકાજની અતિઆવશ્યક્તાને આધિન રહેશે. સંસદીય કાર્ય મંત્રી શ્રી અનંત કુમારે સીસીપીએની બેઠક બાદ આ જાણકારી આપી હતી.
શ્રી અનંત કુમારે જણાવ્યું કે શિયાળુ સત્રમાં કુલ 14 બેઠક થશે અને એ 22 દિવસ સુધી ચાલશે. બેઠકની અધ્યક્ષ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહે કરી હતી, જેમાં સંસદના આગામી સત્ર માટે વિધાયી કાર્યસૂચિ પર ચર્ચા કરાઈ હતી.
પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી અનંત કુમારે કહ્યું કે આવું પહેલીવાર નથી થયું કે જ્યારે વિધાનસભા ચૂંટણીને કારણે સંસદના સત્રો તે જ સમયે આયોજિત ના કરાયા હોય. આ પદ્ધતિ ભૂતકાળમાં વિવિધ સરકારો દ્વારા પણ અનેક વખત અપનાવાઈ છે. શ્રી અનંતકુમારે રાજનૈતિક દળોને અપીલ કરી કે તેઓ મહત્વપૂર્ણ વિધાયકો પર ઉપયોગી અને રચનાત્મક ચર્ચામાં સહયોગ આપે અને સંસદના બંને સદનોની કાર્યવાહી સારી રીતે ચાલે તે સુનિશ્ચિત કરે.
ત્રણ તલાક અને રાષ્ટ્રીય પછાત આયોગની બાબતમાં પૂછાયેલા સવાલના જવાબમા શ્રી અનંત કુમારે કહ્યું કે ભારતની જનતાની એ પ્રબળ ઈચ્છા છે કે આ બંને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંસદ કાયદો બનાવે અને સરકાર લોકોની ઈચ્છા પૂર્ણ કરવા પ્રત્યે વચનબદ્ધ છે.
આગામી શિયાળુ સત્રમાં નીચે મુજબના અધ્યાદેશોની જગ્યાએ ત્રણ વિધેયક રજૂ કરાશે :
- વસ્તુ તેમજ સેવા કર (રાજ્યોને વળતર) અધિનિયમ, 2017 (02-09-2017ના રોજ જાહેર)
- નાદારી અને નાદારીની સંહિતા (સુધારો) અધિનિયમ, 2017
- ભારતીય વન (સંશોધન) અધિનિયમ, 2017
સંસદ શિયાળૂ સત્રમાં પૂરક અનુદાન માંગણીઓ પર પણ વિચાર કરાશે.
NP/J.Khunt/GP
(Release ID: 1510776)
Visitor Counter : 171