ગૃહ મંત્રાલય

આપત્તિ જોખમ દૂર કરવા માટે સમુદાય જાગૃતિ તાલીમની ભૂમિકા મહત્વપૂર્ણ : શ્રી હંસરાજ ગંગારામ અહીર

Posted On: 23 NOV 2017 4:02PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 22-11-2017

 

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હંસરાજ ગંગારામ આહીરે કહ્યું કે આપત્તિ જોખમ દૂર કરવામાં સમુદાય જાગૃતિ તાલીમ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી આજે આપત્તિ જાગૃતિ તથા વ્યવસ્થા સંબંધિત કાર્યક્રમમાં સ્કૂલના બાળકોને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે સ્કુલ અને કોલેજોના વિદ્યાર્થીઓ સહિત યુવાઓને આપત્તિ વ્યવસ્થા અને જોખમ દૂર કરવાની બાબતમાં સક્રિય કાર્યવાહી કરીને તાલીમ આપવાથી તેઓ જાગૃતતા સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું કે આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે એક સુનિયોજિત અને સુપરિભાષિત રણનીતિ હોવી જોઈએ. પ્રાકૃતિક આપત્તિ અથવા પરમાણુ, જીવવિજ્ઞાની, રેડિયોધર્મી અથવા રાસાયણિક આપત્તિ કેમ ન હોય, સમુદાયની જાગૃતતાથી સમસ્યાનો ઝડપી અને કારગર ઉકેલ સુનિશ્ચિત થાય છે.

તેમણે એકેડમીક સંસ્થાઓમાં ગુણવત્તા સંપન્ન અને સમગ્ર પ્રશિક્ષણના મહત્વ પર ભાર આપતા કહ્યું કે વિદ્યાર્થીઓ આપત્તિ જોખમ ઓછું કરવા તથા જોખમ દૂર કરવા, મજબૂત ટેકનીક અપનાવે અને ટેકનોલોજીના માધ્યમથી મૂળભૂત વાતોને શીખી શકે છે. તેમણે કહ્યું કે આપત્તિની સ્થિતિને ટાળવા માટે ટેકનોલોજી સાથે વધુ સારી રીતે સજ્જ થવું જરૂરી છે. સ્કૂલો અને કોલેજોના ભવન મજબૂત હોવા જોઈએ કે જે જોખમોને ખમી શકે.

શ્રી હંસરાજ ગંગારામ આહીરે કહ્યું કે આ બાબતે હું માનું છું કે સ્કૂલોમાં સામાન્ય ભણતર, ખેલકૂદ અને સાંસ્કૃતિક ગતિવિધિઓની જેમ વિદ્યાર્થીઓને વ્યવહારિક પ્રશિક્ષણ અપાવું જોઈએ. ગૃહ રાજ્યમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ અનુક્રિયા બળ અને સીમા સુરક્ષા બળ (બીએસએફ) જેવી સરકારી સંગઠનોની આપત્તિ વ્યવસ્થામાં નિભાવાતી ભૂમિકાની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે શ્રેષ્ઠ વ્યવસ્થા અને ક્ષમતા સર્જન માટે સમુદાય જાગૃતિ સહ-પ્રશિક્ષણ કાર્યક્રમ સમયની આવશ્યકતા છે.

NP/J.Khunt/GP                                            


(Release ID: 1510700) Visitor Counter : 186


Read this release in: English