માહિતી અને પ્રસારણ મંત્રાલય

ગોવામાં આજે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ)નું ઉદ્ઘાટન થશે

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો જૂની જીએમસી બિલ્ડિંગ ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે સંપૂર્ણપણે કાર્યરત મીડિયા સેન્ટર ધરાવે છે, જે ઇફ્ફી 2017ની દરરોજની પ્રવૃત્તિ અને કાર્યક્રમોની વિગતો આપશે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ) વિશેની માહિતી અધિકૃત મીડિયા પ્રતિનિધિઓને એસએમએસ, ઇ-મેલ, પ્રેસ અને ફોટો રિલીઝ દ્વારા ( pib.nic.in પર) મળશે.  @PIB_India @PIBHindi @MIB_India @MIB_Hindi @PIB_Panaji @IFFIGoa @airnewsalerts  @DDNewsLive @DDNational @prasarbharati સહિતનાં વિવિધ સોશિયલ મીડિયાનાં હેન્ડલ પર પણ આ માહિતી ઉપલબ્ધ રહેશે અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2017ની માહિતી અને ફોટો રિયલ ટાઇમમાં આપશે. IFFI Goa , Ministry of I&B , PIB New Delhi અને PIB Goaનાં ફેસબુક પેજ પર તાજેતરની માહિતી પણ ઉપલબ્ધ થશે. ઉપરાંત મુખ્ય કાર્યક્રમોનું લાઇવ સ્ટ્રીમિંગ YouTube Channel of Press Information Bureau પર ઉપલબ્ધ થશે.  #IFFI2017નો ઉપયોગ સોશિયલ મીડિયા પર ફેસ્ટિવલને પ્રમોટ કરવા માટે થાય છે. ઇફ્ફી - 2017નાં ઉદ્ઘાટન અને સમાપન સમારંભોનું જીવંત પ્રસારણ યુટ્યુબ, ફેસબુક અને મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને પેરિસ્કોપ પર થાય છે.

પત્રકાર પરિષદોની શરૂઆત 21મી નવેમ્બર, 2017થી થશે. શરૂઆતની પત્રકાર પરિષદ પ્રસિદ્ધ ફિલ્મમેકર માજિદ માજિદીની ફિલ્મ બેયન્ડ ધ ક્લાઉડ વિશે યોજાશે. આ પત્રકાર પરિષદને વિશાલ ભારદ્વાજ (સંવાદ લેખક), ઇશાન ખટ્ટર (કલાકાર), માલવિકા મોહનાન (કલાકાર), રેઝા (ઇપી), માજિદ માજિદી (નિર્દેશક), એ. આર. રેહમાન (સંગીતકાર), શરિન મંત્રી (નિર્માતા, નમહ પિક્ચર્સ), સુજય કુટ્ટી (નિર્માતા, ઝી સ્ટુડિયો), કિશોર અરોરા (નિર્માતા, નમહ પિક્ચર્સ) સંબોધિત કરશે. બીજી પત્રકાર પરિષદ કન્ટ્રી ફોકસ કેનેડા પર કેન્દ્રિત હશે.

ઇફ્ફી 2017એ સારી એવી ચર્ચા જગાવી છે, કે આ વર્ષે ઘણી બધી નવીનતાઓ જોવા મળશે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ પ્રોડ્યુસર્સ એસોસિએશન (એફઆઇએપીએફ) દ્વારા ગ્રેડ નો દરજ્જો ધરાવતા આ ફેસ્ટિવલમાં 82 દેશોની 195 ફિલ્મો પ્રદર્શિત થશે, જેમાં 10 ફિલ્મોનાં વર્લ્ડ પ્રીમિયર્સ યોજાશે, 10 એશિયન  અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોનાં પ્રીમિયર યોજાશે તથા સત્તાવાર કાર્યક્રમનાં ભાગરૂપે ભારતની 64 ફિલ્મોનાં પ્રીમિયર યોજાશે.

 

ફેસ્ટિવલની શરૂઆત ચર્ચાસ્પદ નવી ફિચર ફિલ્મ બેયન્ડ ધ ક્લાઉડથી થશે, જે પ્રસિદ્ધ ફિલ્મમેકર માજિદ માજિદીની ફિલ્મ છે તથા નમહ પિક્ચર્સ અને ઝી સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. ફેસ્ટિવલનું સમાપન પાબ્લો સીઝર નિર્દેશિત ઇન્ડો આર્જેન્ટિયન કો-પ્રોડક્શન થિંકિંગ ઓફ ફિલ્મનાં વર્લ્ડ પ્રીમિયર સાથે થશે. જ્યારે પ્રસિદ્ધ અભિનેતા શાહરૂખ ખાન ફેસ્ટિવલનાં ઉદ્ઘાટન સમારંભમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, તેમજ સમાપન સમારંભમાં પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાન હાજર રહેશે. આ ઉપરાંત મનોરંજન ઉદ્યોગનાં અનેક વ્યાવસાયિકો, આંતરરાષ્ટ્રીય મહેમાનો, મહાનુભાવો અને ફિલ્મ સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે.

પ્રેસ અને પ્રતિનિધિઓ માટે સ્ક્રીનિંગ 21મી નવેમ્બરથી શરૂ થશે, જેમાં ઇન્ડિયન પેનોરમા સેક્શનનું ઉદ્ઘાટન પણ થશે. આ સેક્શનનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી કરશે. આ જ દિવસે ઇફ્ફી 2017 કન્ટ્રી ફોકસ ઓન કેનેડાની ભવ્ય રેડ કાર્પેટ સાથે ઉજવણી થશે, જેમાં કેનેડાનાં પ્રસિદ્ધ કલાકારો અને સેલિબ્રિટીઓ સામેલ થશે. કન્ટ્રી ફોકસ કેનેડાનું આયોજન કેનેડાની સરકાર સાથે ટેલીફિલ્મ કેનેડાનાં સહયોગથી કર્યું છે, જેનો વિચાર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાંથી જન્મ્યો હતો.

ઇફ્ફી 2017નાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિભાગમાં રૂ. 1 કરોડનું કુલ રોકડ ઇનામ છે, જેમાં ચાલુ વર્ષે ગોલ્ડન અને સિલ્વર પીકોક એવોર્ડ માટે સ્પર્ધા માટે શ્રેષ્ઠ 15 ફિલ્મો દર્શાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનાં નિર્ણાયકમંડળનું નેતૃત્વ પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા મુઝફ્ફર અલી કરશે, જેઓની સાથે નિર્ણાયક મંડળનાં સભ્યોમાં ફેસ્ટિવલ ડિરેક્ટર ઓસ્ટ્રેલિયાનાં મેક્સાઇન વિલિયમ્સન, ઇઝરાયેલનાં એક્ટર-ડિરેક્ટર ત્ઝાહી ગ્રાડ, રશિયન સિનેમાટોગ્રાફર વ્લાદિસ્લાવ ઓપેલીન્ટ્સ, બ્રિટનનાં ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર રોજર ક્રિશ્ચિયન સામેલ છે.

ફેસ્ટિવલની આ એડિશન માટે સમગ્ર વિશ્વમાંથી ક્લાસિક ફિલ્મોને ફરી એક વાર તૈયાર કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ ફ્રિત્ઝ લાંગનાં મેટ્રોપોલિસ અને તાર્કોવ્સ્કીસ સેક્રિફાઇસ જેવી કેટલીક પ્રસિદ્ધ ફિલ્મોનું પુનઃનિર્માણ પૂરૂ થયું છે. વળી આ એડિશનમાં મોટી સંખ્યામાં મહિલા ફિલ્મમેકર્સ (30થી વધારે)ની ફિલ્મો પણ પ્રસ્તુત થશે.

આ વર્ષનાં ફેસ્ટિવલમાં અનેક નવી બાબતો રજૂ થશે. જેમાં ઇફ્ફી 2017માં જેમ્સ બોન્ડ શ્રૃંખલાની પ્રસિદ્ધ ફિલ્મો ખાસ દર્શાવવામાં આવશે. આ સેક્શનમાં જેમ્સ બોન્ડનું આઇકોનિક પાત્ર ભજવનાર વિવિધ અભિનેતાઓને ચમકાવતી કુલ 9 ફિલ્મો દર્શાવવામાં આવશે. ઉપરાંત ફેસ્ટિવલમાં વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સાથે પ્રથમ પ્રકારનાં જોડાણ સ્વરૂપે બાયનલ કોલેજનાં યુવાન ફિલ્મમેકર્સની 4 ફિલ્મો પ્રસ્તુત થશે. આ વિશે વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનાં ડિરેક્ટર આલ્બર્ટો બાર્બરાએ કહ્યું હતું કે, હું સહયોગ માટે ખાસ કરીને ઇફ્ફીનો આભારી છું, જેણે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલને બાયનેલ કોલેજ સિનેમાની ફ્રેમમાં નિર્મિત ચાર ફિલ્મો પ્રદર્શિત કરવાની તક આપી છે. આ યોજના પર અમને ગર્વ છે, કેમ કે અમને દુનિયાભરનાં તમામ યુવાન ફિલ્મમેકર્સને સહયોગ મેળવવા સારૂ પરિણામ મળ્યું છે. મને ખાતરી છે કે પ્રતિષ્ઠિત ઇફ્ફીનાં દર્શકો આ નાનાં બજેટની ફિલ્મોની ગુણવત્તાની પ્રશંસા કરશે તથા અમારી બંને સંસ્થાઓનાં સહિયારા પ્રયાસની સરાહના કરશે. હું ઇચ્છું છું કે અમે આ સહયોગ જાળવી રાખીશું, જે સારાં સિનેમા માટેનાં પ્રેમ અને યુવાન પ્રતિભાશાળી ફિલ્મ મેકર્સનાં ઉત્સાહન પર આધારિત છે.

ફેસ્ટિવલની 2017ની એડિશનમાં વર્ચ્યુલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી એક્ટિવિટીઝની મિક્સ્ડ રિયાલિટી સાઇડબારનું આયોજન પણ થશે તેમજ મનોરંજન ઉદ્યોગનાં દિગ્ગજો દ્વારા શ્રેણીબદ્ધ માસ્ટર ક્લાસ અને પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં પ્રસિદ્ધ ફિલ્મનિર્માતાઓ એટોમ ઇગોયાન, શેખર કપૂર, નિતેશ તિવારી અને ફરાહ ખાન તેમજ ઓસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઇનર ક્રેગ માન સામેલ થશે.

ઇફ્ફી 2017માં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ સુપ્રસિદ્ધ અને મહાન અભિનેતા અમિતાભ બચ્ચને તથા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પ્રસિદ્ધ કેનેડિયન ડિરેક્ટર એટોમ ઇગોયાનને એનાયત થશે.

NP/GP


(Release ID: 1510589) Visitor Counter : 203


Read this release in: English