મંત્રીમંડળ

મંત્રીમંડળે કેન્દ્રિય જાહેર ક્ષેત્રનાં સાહસોમાં કર્મચારીઓ માટે વેતન વાટાઘાટોનાં 8માં રાઉન્ડ માટે વેતન નીતિને મંજૂરી આપી

Posted On: 22 NOV 2017 4:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કેન્દ્રિય જાહેર ક્ષેત્રનાં સાહસો (સીપીએસઇ)માં કામ કરતાં કર્મચારીઓ માટે વેતન વાટાઘાટોનાં 8માં રાઉન્ડ માટે વેતન નીતિને મંજૂરી આપી છે.

મુખ્ય બાબતો:

  1. સીપીએસઇનું મેનેજમેન્ટ કર્મચારીઓ માટે વેતનનાં સુધારા-વધારાનાં વાટાઘાટો કરવા સ્વતંત્ર હશે, જેમાં સીપીએસઇ માટે વેતનમાં આ પ્રકારનાં સુધારા-વધારાની એફોર્ડેબિલિટી અને નાણાકીય સ્થિરતાને ધ્યાનમાં રાખીને વેતન પતાવટનો પાંચ વર્ષ કે 10 વર્ષનો ગાળો 31.12.2016નાં રોજ પૂર્ણ થયો છે.
  2. સરકાર વેતનમાં કોઈ પણ પ્રકારનાં વધારા માટે અંદાજપત્રીય સમર્થન નહીં આપે. વેતનમાં સુધારા-વધારાની સંપૂર્ણ નાણાકીય અસરનું ભારણ સંબંધિત સીપીએસઇએ આંતરિક સંસાધનોમાંથી ઉઠાવવું પડશે.
  3. સરકારે જે સીપીએસઇમાં પુનર્ગઠન/સુધારાની યોજનાને મંજૂરી આપી છે, તેમાં પગારનો સુધારો-વધારો માન્યતાપ્રાપ્ત પુનર્ગઠન/સુધારા યોજનાની જોગવાઈ મુજબ જ થશે.
  4. સંબંધિત સીપીએસઇનાં સંચાલનને સુનિશ્ચિત કરવું પડશે કે વાટાઘાટ પછી પગારનું નિયત ધોરણ સંબંધિત સીપીએસઇનાં એક્ઝિક્યુટિવ્સ/અધિકારીઓ તથા નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર્સનાં હાલનાં પગારધોરણ કરતાં વધવું ન જોઈએ.
  5. જ્યાં પાંચ વર્ષનાં અંતરાલને અનુસરવામાં આવે છે એ સીપીએસઇનાં સંચાલને સુનિશ્ચિત કરવું પડશે કે સતત બે વેતન વાટાઘાટોમાં નક્કી થયેલ પગારધોરણ સંબંધિત સીપીએસઇનાં એક્ઝિક્યુટિવ્સ/અધિકારીઓનાં પગારધોરણ કરતાં વધવું ન જોઈએ તથા જ્યાં 10 વર્ષનાં અંતરાલને અનુસરવામાં આવે ત્યાં નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર્સનાં હાલનાં પગારધોરણ કરતાં વધવું ન જોઈએ.
  6. અન્ય કર્મચારીઓ સાથે એક્ઝિક્યુટિવ્સ/નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર્સનાં પગારધોરણનું ઘર્ષણ ટાળવા વેતન વાટાઘાટ દરમિયાન સીપીએસઇ ગ્રેડેડ ડીએ ન્યૂટ્રલાઇઝેશન અને/અથવા ગ્રેડેડ ફિટમેન્ટ સ્વીકારવા વિચારણા કરી શકે છે.
  7. સીપીએસઇએ સુનિશ્ચિત કરવું જોઈએ કે વાટાઘાટ પછી પગારમાં કોઈ પણ વધારો તેમની ચીજવસ્તુઓ અને સેવાઓની વહીવટી કિંમતોમાં વધારામાં પરિણમવો ન જોઈએ.
  8. વેતનમાં સુધારોવધારો એ શરતને આધિન હશે કે ઉત્પાદનનાં ફિઝિકલ એકમદીઠ મજૂરીનાં ખર્ચમાં વધારો નહીં થાય. અપવાદરૂપ કિસ્સામાં જ્યાં સીપીએસઇ મહત્તમ ક્ષમતાએ કામ કરે છે, ત્યાં વહીવટી મંત્રાલય/વિભાગ ઉદ્યોગનાં નિયમનોનો વિચાર કરવા ડીપીઇની સલાહ લઈ શકે છે.

 

  1. વેતન પતાવટનાં સમયગાળાની માન્યતા લઘુતમ પાંચ વર્ષ માટે હશે, જેઓ પાંચ વર્ષનાં અંતરાલની માંગણી કરે છે અને જેમણે વેતન વાટાઘાટ માટે 10 વર્ષનાં અંતરાલની માંગણી કરી છે એ માટે મહત્તમ ગાળો 10 વર્ષ છે, જે 01.01.2017થી લાગુ થશે.
  2. સીપીએસઈ તેમનાં વહીવટી મંત્રાલય/વિભાગ સાથે પુષ્ટિ કર્યા પછી વેતન વાટાઘાટોનો અમલ કરશે, જેમાં વેતન પતાવટ માન્યતાપ્રાપ્ત માપદંડો સાથે સુસંગત છે.

 

પૃષ્ઠભૂમિ:

દેશમાં 320 સીપીએસઇમાં આશરે 12.34 લાખ કર્મચારીઓ છે. તેમાંથી આશરે 2.99 લાખ કર્મચારીઓ બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેનાં એક્ઝિક્યુટિવ્સ અને નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર છે. બાકીનાં આશરે 9.35 લાખ કર્મચારીઓ યુનિયનાઇઝ વર્કમેન કેટેગરીમાં સામેલ છે. યુનિયનાઇઝ વર્કમેનનાં સંબંધમાં વેતન સુધારાવધારાનો નિર્ણય વેતન વાટાઘાટ માટે જાહેર સાહસોનાં વિભાગ (ડીપીઇ) દ્વારા ઇશ્યૂ કરેલી માર્ગદર્શિકાની દ્રષ્ટિએ મજૂર સંગઠનો અને સીપીએસઇનાં સંચાલકો દ્વારા લેવામાં આવે છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1510507) Visitor Counter : 98


Read this release in: English , Tamil