મંત્રીમંડળ

મંત્રીમંડળે યુરોપિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ માટે ભારતનાં સભ્યપદની મંજૂરી આપી

Posted On: 22 NOV 2017 4:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે યુરોપિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (ઇબીઆરડી) માટે ભારતનાં સભ્યપદને મંજૂરી આપી છે.

નાણાં મંત્રાલયનાં આર્થિક બાબતોનાં વિભાગ દ્વારા ઇબીઆરડીનું સભ્યપદ મેળવવા જરૂરી પગલાં હાથ ધરવામાં આવશે.

અસર:

  • ઇબીઆરડીનું સભ્યપદ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રોફાઇલ વધારશે તથા તેનાં આર્થિક હિતોને પ્રોત્સાહન આપશે. ઇબીઆરડીનાં દેશોની કામગીરી અને ક્ષેત્રની જાણકારી સુલભ કરશે.
  • ભારતની રોકાણની તકોને પ્રોત્સાહન મળશે.
  • તે ઉત્પાદન, સેવા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઊર્જામાં સહ-ધિરાણની તકો મારફતે ભારત અને ઇબીઆરડી વચ્ચે સહકારનો અવકાશ વધારશે.
  • ઇબીઆરડીનાં સભ્ય દેશોની કામગીરીમાં ખાનગી ક્ષેત્રનાં વિકાસ સાથે સંબંધિત મુખ્ય કામગીરી હાથ ધરી શકાશે. સભ્યપદથી ખાનગી ક્ષેત્રનાં વિકાસનાં લાભ માટે ટેકનિકલ સહાય અને ક્ષેત્રીય જાણકારીનો ઉપયોગ કરવામાં ભારતને મદદ મળશે.
  • તેનાથી દેશમાં રોકાણનાં વાતાવરણમાં સુધારો કરવામાં મદદ મળશે.
  • ઇબીઆરડીનું સભ્યપદ ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મક ક્ષમતા વધારશે તથા વ્યાવસાયિક તકો, ખરીદીની કામગીરીઓ, કન્સલ્ટન્સી એસાઇન્મેન્ટ વગેરેની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય બજારોની સુલભતા વધારશે.
  • તેનાથી એક તરફ ભારતીય વ્યાવસાયિકો માટે નવી ક્ષિતિજો ખુલશે તો બીજી તરફ ભારતીય નિકાસને વેગ મળશે.
  • સંવર્ધિત આર્થિક પ્રવૃત્તિઓ રોજગારીનાં સર્જનની સંભવિતતા વધારશે.
  • તેનાથી ભારતીય નાગરિકો બેંકમાં રોજગારીની તકો મેળવવા સક્ષમ બનશે.

 

નાણાકીય અસર:

ઇબીઆરડીનાં સભ્યપદ માટે લઘુતમ પ્રાથમિક રોકાણ અંદાજે 1 (એક) મિલિયન યુરો થશે. જોકે આ અંદાજ સભ્યપદ મેળવવા જરૂરી શેરની લઘુતમ સંખ્યા (100)ની ખરીદી કરવાનાં ભારતનાં નિર્ણય પર આધારિત છે. જો ભારત બેંકનાં શેર વધારે સંખ્યામાં ખરીદે, તો નાણાકીય પરિણામો વધારે મળી શકે છે. આ તબક્કે મંત્રીમંડળે સૈદ્ધાંતિક રીતે બેંકમાં જોડાવા માટે શેર ખરીદવાની મંજૂરી આપી છે.

પૃષ્ઠભૂમિ

"યુરોપિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (ઇબીઆરડી)"નું સભ્યપદ મેળવવા સાથે સંબંધિત મુદ્દો સરકારની વિચારણા હેઠળ હતો. છેલ્લાં થોડાં વર્ષોમાં દેશની પ્રભાવશાળી આર્થિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં દેશનો દબદબો વધવાથી ભારતે વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંક જેવી મલ્ટિ-લેટરલ ડેવલપમેન્ટ બેંકો (એમડીબી) સાથે જોડાણ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિકાસલક્ષી ક્ષેત્રમાં તેની હાજરી વધારવી જોઈએ તેવો ઉચિત વિચાર કર્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (એઆઇઆઇબી) અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક (એનડીબી)માં જોડાવાનો નિર્ણય અગાઉ લેવાયો હતો.

 

NP/J.khunt/GP/RP



(Release ID: 1510490) Visitor Counter : 77


Read this release in: English