જળ સંસાધન મંત્રાલય

સ્કુલના બાળકો માટે રાષ્ટ્રીયસ્તર પર જળ ક્વિઝ સ્પર્ધા

Posted On: 21 NOV 2017 5:56PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20-11-2017

જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય જળ આયોગ (સીડબ્લ્યૂસી) આવતા વર્ષે જાન્યુઆરીમાં નવી દિલ્હીમાં સ્કુલના બાળકો માટે રાષ્ટ્રીય સ્તરની જળ ક્વિજ સ્પર્દા આયોજીત કરશે. ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડની કોઈપણ નિયમિત સ્કુલના ધોરણ 6 થી લઈને 8 સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓવાળી ટીમ આમાં ભાગ લઈ શકે છે.

આમાં ભાગ લેવા માટે કોઈ ફી લેવાશે નહિં. પ્રારંભિત તબક્કે ક્વિજ સ્પર્ધા (લેખિત અથવા પ્રશ્નોત્તરી અથવા બંને, જે ભાગ લેનાર સ્કૂલ / ટીમ પાસેથી પ્રાપ્ત પ્રતિક્રિયાના આધાર પર નક્કી કરાશે.) સીડબ્લ્યૂસીના બેંગ્લુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, કોઈમ્બતુર, દિલ્હી, ગાંધીનગર, હૈદરાબાદ, લખનૌ, નાગપુર, પટના, શિલોંગ, સિલીગુડી સ્થિત 14 ક્ષેત્રિય કેન્દ્રોમાં આયોજિત કરાશે, જેમાં પૂણે સ્થિત એનડબ્લ્યૂએ પણ સામેલ છે. પ્રારંભિત તબક્કાની સ્પર્ધા માટે પ્રતિભાગીઓને પોતાની યાત્રા/બોર્ડિંગ/લોજિંગની વ્યવસ્થા પોતે કરવી પડશે.

ત્યારબાદ પ્રત્યેક ક્ષેત્રની બે પસંદગી ટીમો (વિજેતા તેમજ ઉપવિજેતા)ને નવી દિલ્હીમાં આયોજિત થનારી અખિલ ભારતીય સ્પર્ધા માટે આમંત્રિત કરાશે, જેના ટે તારીખ પછી નક્કી કરાશે. નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયોજન માટે આમંત્રિત કરાનાર પ્રતિભાગિઓને એસી-3 (3 ટાયર)માં યાત્રા માટે રિટર્ન ભાડું અપાશે અને દિલ્હીમાં બોર્ડિંગ/લોજિંગ માટે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને એક અનુરક્ષક માટે વ્યવસ્થા કરાશે. વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કાર અપાશે.

ઈચ્છુક માન્યતા પ્રાપ્ત સ્કુલ ધોરણ 6 થી લઈને 8 સુધી બે વિદ્યાર્થીઓવાળી ટીમ માટે નીચે અપાયેલ ફોર્મ ભરી શકે છે, જે સર્વપ્રથ ક્ષેત્રીય આયોજનમાં ભાગ લેશે અને જો પસંદગી થઈ જાય, તો તેમને નવી દિલ્હીમાં આજિત થનાર અખિલ ભારતીય ક્વિઝ સ્પર્ધામાં સામેલ થવાની તક મળી શકે છે. ઈચ્છુક વિદ્યાલય નિર્ધારિત ફોર્મ ઓનલાઈન (cwc.gov.in) પર અરજી કરી શકે છે અથવા હાર્ડ કોપી દ્વારા ટપાલ થી આયોજકને 4 ડિસેમ્બર, 2017 સુધી મોકલી શકે છે.

પ્રત્યેક સ્કુલના બે વિદ્યાર્થીઓવાળી માત્ર એક ટીમ જ આમાં ભાગ લેવા માટે પાત્ર છે. કોઈપણ સ્કુલ દ્વારા એક થી વધુ અરજી પ્રસ્તુત કરવાની સ્થિતિમાં સ્ટેમ્પ કરાયેલી પહેલી અરજીનો જ સ્વીકાર કરાશે. જો પ્રત્યેક ક્ષેત્રીય કેન્દ્ર તરફથી વધારે અરજી સ્વીકારાશે તો તેવી સ્થિતિમાં આયોજકો પાછલા ત્રણ વર્ષ દરમિયાન પ્રસ્તાવિત ટીમોનું શૈક્ષણિક પ્રદર્શન પર આધારિત અરજીઓને ધ્યાનમાં લેવાનો અધિકાર છે.

ઓનલાઉન રજીસ્ટ્રેશન ફોર્મ કેન્દ્રીય જળ આયોગની વેબસાઈટ www.cwc.gov.in  પર ઉપલબ્ધ છે. જેના માટે નીચે આપેલ યૂઆરએલ છે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLScLgHYdpow8P_2huI5REWHGM1QH0WKt_zR4Onm3yKbTfgYV_A/viewform

NP/GP                                              



(Release ID: 1510346) Visitor Counter : 172


Read this release in: English