પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનાર ભારતીય ટીમનાં ખેલાડીઓની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
10 NOV 2017 3:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તાજેતરમાં સંપન્ન થયેલા ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમનાં ખેલાડીઓને આજે મળ્યાં હતાં.
પ્રધાનમંત્રી સાથે ખેલાડીઓએ ફિફા દરમિયાન મેદાનમાં અને મેદાનની બહાર તેમનાં અનુભવો અને રમતનાં વિવિધ પાસાં વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ખેલાડીઓને ટુર્નામેન્ટનાં પરિણામને લઈને નિરાશા ન અનુભવવા પ્રોત્સાહન આપ્યું હતું, પણ તેને નવું શીખવાની તક તરીકે જોવા પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્સાહ અને જુસ્સા સાથે સ્પર્ધા સફળતા તરફનું પ્રથમ પગથિયું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ફૂટબોલમાં ઘણી સફળતા મેળવી શકે તેમ છે. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, રમતગમતથી વ્યક્તિત્વ વિકસે છે, આત્મવિશ્વાસ વધે છે અને સંપૂર્ણ વિકાસ થાય છે.
આ પ્રસંગે કેન્દ્રિય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ ઉપસ્થિત હતાં.
J.Khunt/GP
(रिलीज़ आईडी: 1508950)
आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English