પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનંમત્રી મોદી, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા સંયુક્તપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કનેક્ટીવીટી યોજનાઓનો શુભારંભ કરાયો
Posted On:
09 NOV 2017 4:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને બાંગ્લાદેશના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજીએ આજે સંયુક્તપણે બે દેશો વચ્ચે કેટલીક કનેક્ટીવીટી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો.
જેમાં દ્વિતીય ભૈરવ અને તિતાસ રેલવે બ્રિજ તથા કોલકાતાના ચિટપુરમાં ઈન્ટરનેશનલ રેલ પેસેન્જર ટર્મિનસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાનુભાવોએ કોલકાતા અને ખુલના વચ્ચે બંધન એક્સપ્રેસની પ્રથમ સફરને લીલી ઝંડી આપી હતી.
વિદેશ બાબતોના મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ પણ આ પ્રસંગે નવી દિલ્હી ખાતે જોડાયા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ નીચે મુજબ છે :
આ પ્રસારણ સાથે જોડાયેલ દરેક લોકો અને ખાસ કરીને બાંગ્લાદેશમાં રહેનારા દરેક ભાઈઓ અને બહેનોને નમસ્કાર.
કેટલાક દિવસો પહેલા બંને દેશોમાં દિવાળી, દુર્ગા પૂજા અને કાલી પૂજાનો મહોત્સવ ઉજવાયો.
હું બંને દેશવાસીઓને આ ઉત્સવોની શુભકામનાઓ પાઠવું છું.
મને આનંદ છે કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમને ફરી એકવાર મળવાની તક મળી છે.
આપના સ્વાસ્થ્ય માટે મારી શુભકામનાઓ આપની સાથે છે.
મારું શરૂઆતથી માનવું છે કે પાડોશી દેશના નેતાઓની સાથે ખરેખર પાડોશીઓ જેવો સંબંધ હોવો જોઈએ.
જ્યારે મન થાય ત્યારે વાત થવી જોઈએ, મુલાકાત થવી જોઈએ.
આ બધામાં આપણે પ્રોટોકોલ બંધનમાં ન રહેવું જોઈએ.
કેટલાક સમય પહેલા આપણે સાઉથ એશિયા સેટેલાઈટના લોન્ચ સમયે આ પ્રકારની વિડીયો કોન્ફરન્સ કરી હતી.
ગત વર્ષે આપણે મળીને પેટ્રાપોલ આઈસીપીનું ઉદ્ઘાટન પણ આ પ્રકારે કર્યું હતું.
અને મને આનંદ છે કે આજે આપણી કનેક્ટીવીટીને મજબૂત કરનારી મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન આપણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું.
કનેક્ટીવીટીનું સૌથી મહત્વપૂર્ણ પરિમાણ છે આપણી વ્યક્તિ થી વ્યક્તિની કનેક્ટીવીટી
અને આજે ઈન્ટરનેશનલ પેસેન્જર ટર્મીનસના ઉદ્ઘાટનથી કોલકાતા-ઢાકા મૈત્રી એક્સપ્રેસ અને આજે શરૂ થયેલી કોલકાતા – ખુલના બંધન એક્સપ્રેસના યાત્રીઓને ઘણી સુવિધા થશે.
આનાથી તેમને ન માત્ર કસ્ટમ અને ઈમીગ્રેશનમાં સરળતા થશે, પરંતુ તેમની યાત્રાના સમયમાં પણ 3 કલાકની બચત થશે.
મૈત્રી અને બંધન, આ બંને રેલ સુવિધાઓના નામ પણ આપણા પરસ્પર વિચારોને અનુરૂપ છે.
જ્યારે પણ આપણે કનેક્ટીવીટીની વાત કરીએ છીએ, તો મને હંમેશા આપની પ્રી-1965 કનેક્ટીવીટી પુર્નસ્થાપિત કરવાની દ્રષ્ટિનો વિચાર આવે છે.
મને ઘણો આનંદ છે કે આપણે આ દિશામાં ડગલે ને પગલે સતત આગળ વધી રહ્યા છીએ.
આજે આપણે બે રેલ પુલોનું પણ ઉદ્ઘાટન કર્યું છે. લગભગ 100 મિલીયન ડોલરના ખર્ચથી બનેલા આ પુલ બાંગ્લાદેશના રેલ નેટવર્કને મજબૂત કરવામાં સહાયક થશે.
બાંગ્લાદેશના વિકાસ કાર્યોમાં વિશ્વાસપાત્ર ભાગીદાર હોવું ભારત માટે ગર્વનો વિષય છે.
મને આનંદ છે કે આપણી 8 બિલિયન ડોલર્સની નાણાં રાહતની પ્રતિબદ્ધતા અંતર્ગત યોજનાઓ પર સારી પ્રગતિ થઈ રહી છે.
વિકાસ અને કનેક્ટીવીટી બંને એક સાથે જોડાયેલા છે, અને અમે બંને દેશોની વચ્ચે જે સદીઓ જૂના ઐતિહાસિક સંબંધ છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના લોકોની વચ્ચે, તેને મજબૂત કરવાની દિશામાં આજે અમે કેટલાક વધુ પગલા ભર્યા છે.
મને પૂર્ણ વિશ્વાસ છે કે જેમ જેમ આપણે આપણા સંબંધો વધારીશું અને લોકોની વચ્ચે સંબંધો મજબૂત કરીશું, તેમ તેમ આપણે વિકાસ અને સમૃદ્ધિના નવા આકાશને પણ આંબીશું.
આ કાર્યમાં સહયોગ માટે હું પ્રધાનમંત્રી શેખ હસીનાજીનો અને મુખ્યમંત્રી મમતા બેનરજીનો હૃદયથી આભાર પ્રગટ કરું છું.
ધન્યવાદ.
J.Khunt/GP
(Release ID: 1508789)
Visitor Counter : 130