PIB Headquarters
હુડકો દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહનું આયોજન કરાયું
प्रविष्टि तिथि:
08 NOV 2017 5:23PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 08-11-2017
હાઉસિંગ એન્ડ અર્બન ડેવલેપમેન્ટ કોર્પોરેશન લિ. (HUDCO)એ 30 ઓક્ટોબર થી 04 નવેમ્બર દરમિયાન અમદાવાદ ખાતેનાં તેમના કાર્યાલય પર સતર્કતા જાગૃતિ સપ્તાહનું આયોજન કર્યું હતું. આ સપ્તાહ દરમિયાન હુડકોએ નવકાર પબ્લિક સ્કુલ, આંબાવાડી, અમદાવાદ ખાતે “ભ્રષ્ટાચાર મુક્ત ભારત – મારો દૃષ્ટિકોણ” વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતુ. ઉપરાંત હુડકોનાં કર્માચારીઓ માટે સમુહચર્ચા, પ્રશ્વોત્તરી, નિબંધ લેખન અને સુત્ર લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

હુડકોનાં ક્ષેત્રીય વડા શ્રી એસ ગુરૂદત્તાએ પ્રામાણિકતા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને ભ્રષ્ટાચાર સામે લડવા તેમજ અનૈતિક કાર્યોમાં સામેલ થવાથી દૂર રહેવા માટે જાગૃતિની જરૂરિયાત અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
J.Khunt/GP
(रिलीज़ आईडी: 1508646)
आगंतुक पटल : 427
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English