સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ગુજરાત પોસ્ટ વિભાગમાં તકેદારી જાગૃતિ સપ્તાહ-2017ની ઊજવણી

Posted On: 01 NOV 2017 4:34PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-11-2017

 

ચીફ પોસ્ટમાસ્તર જનરલ ગુજરાત સર્કલ અમદાવાદની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત પોસ્ટ વિભાગમાં તારીખ 30-10-2017 થી તા. 04-11-2017 દરમિયાન ‘મારી દ્રષ્ટિએ ભ્રષ્ટાચાર મુક્ત ભારત’ની થીમ પર નિર્દેશાધિકારી/વિજિલન્સ કમિશનની માર્ગદર્શિકા મુજબ તકેદારી જાગૃતિ સપ્તાહ – 2017નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30-10-2017ના રોજ ગુજરાત પોસ્ટલ સર્કલ ઓફિસ અમદાવાદનાં તમામ કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા અખંડિતતાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તથા ભારતના માનનીય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા સેન્ટ્રલ વિજીલન્સ કમિશ્નરના સંદેશાઓનું વાંચન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને સર્કલ કાર્યાલયમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ક્વીઝ કોમ્પિટીશન તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ (HQ) ગુજરાત સર્કલ અમદાવાદ, સુજ્ઞશ્રી સુચિતા જોષી તથા અન્ય અધિકારીઓના સહકારથી ભ્રષ્ટાચાર સામે લડવા માટેના વિચારો વ્યક્ત કરશે અને સમાજને ભ્રષ્ટાચારના ભયથી દૂર કરવા અને જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવશે અને રોજિંદી કાર્યવાહીમાં નિવારક તકેદારી અને સુધારણા પર ભાર મૂકવામાં આવે વગેરે જેવી બાબતોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

ઓનલાઈન ઈપ્લેઝની સુવિધાસર્કલ / ક્ષેત્રીય / વિભાગીય / સર્કલની હેડ ઓફિસમાં સામાન્ય જનતા / મુલાકાતી ગ્રાહકોને સુવિધા આપવા માટે ઉપલબ્ધ છે. આ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાત સર્કલની ગ્રામ પંચાયતોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ, વર્કશોપ્સ / સંવેદનશીલતા કાર્યક્રમો, બેનરનો દેખાવ, ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભા જાગૃતિ ઉપયોગ, જાહેર / નાગરિકો વચ્ચેની તકેદારી અંગેની સંવેદનશીલતા માટે સતર્કતા જાગૃતિ અઠવાડિયાના વિષય પર શાળાઓમાં નિબંધ / ચર્ચા સ્પર્ધાઓનો ઉપયોગ કરવામાં આવશે.

 

NP/J.Khunt/DK                          



(Release ID: 1507830) Visitor Counter : 222