મંત્રીમંડળ

ભારત અને આર્મેનીયા વચ્ચે સીમા શુલ્કને લગતી બાબતો ઉપર પરસ્પર સહાય અને સહયોગ આપવા અંગે થયેલા કરારને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

Posted On: 01 NOV 2017 4:32PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-11-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને આર્મેનીયા વચ્ચે સીમા શુલ્કને લગતી બાબતો ઉપર પરસ્પર સહાય અને સહયોગ આપવા અંગે થયેલા કરારને મંજૂરી આપવામાં આવી છે.

જે તે સરકારો દ્વારા આ કરારને મંજૂરી મળે તે પછી બંને દેશો વતી આ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે. કરાર કરનાર પક્ષકારો આ કરારમાં જરૂરી રાષ્ટ્રીય કાનૂની જરૂરિયાતો સંતોષવામાં આવી હોવા અંગે પોતાની ડિપ્લોમેટિક ચેનલો મારફતે નોટિફાય કરે તે પછી આ કરારને બીજા મહિનાના પ્રથમ દિવસથી અમલી બનાવવામાં આવશે.

આ કરારને કારણે સીમા શુલ્ક અંગેની ગુનાખોરી રોકવા માટે તથા તે અંગે તપાસ હાથ ધરવા માટે જરૂરી માહિતી ઉપલબ્ધ કરવામાં મદદ મળશે. તેનાથી વેપારને સુવિધાયુક્ત થશે અને બંને દેશો વચ્ચે જે માલ સામાનનો વેપાર થતો હશે તેના કાર્યક્ષમ ક્લિયરન્સમાં મદદ મળશે.

પૃષ્ઠભૂમિ : આ કરારથી બંને દેશોની સીમા શુલ્ક ઓથોરિટીઝને માહિતી અને ઈન્ટેલિજન્સના આદાન પ્રદાન અંગેનુ કાનૂની માળખુ પ્રાપ્ત થશે અને સીમા શુલ્કના કાયદાના યોગ્ય અમલીકરણ અને સીમા શુલ્કને લગતા ગુનાઓની તપાસમાં સહાય થવા ઉપરાંત બંને દેશો વચ્ચે કાયદેસરના વેપારમાં સુગમતા પ્રાપ્ત થશે. કરારનાં આખરી મુસદ્દાને બંને દેશોનાં સીમા શુલ્કનાં વહિવટી તંત્રો તરફથી જરૂરી સંમતિ મળી છે. આ કરારનો મુસદ્દો, ખાસ કરીને માહિતીના આદાન પ્રદાન અંગે ભારતનાં સીમા શુલ્ક વિભાગની ચિંતાઓ તથા જરૂરિયાતો હલ કરે છે, જેમાં બંને દેશો વચ્ચે થયેલા વેપાર બાબતે જાહેર કરાયેલી સીમા શુલ્ક વેલ્યુ અને માલ સામાનના મૂળ સ્થાન અંગેની અધિકૃતતાનો સમાવેશ થાય છે.

 

NP/J.Khunt/DK                          


(Release ID: 1507828) Visitor Counter : 100


Read this release in: English