મંત્રીમંડળ
મંત્રીમંડળે વેપાર અને આર્થિક સહકારને મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપારી સમજૂતીને મંજૂરી આપી
Posted On:
01 NOV 2017 4:26PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-11-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપાર અને આર્થિક સહકારને મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા વેપાર સમજૂતી માટે કાર્યોત્તર મંજૂરી આપી છે. 4 થી 6 ઓક્ટોબર, 2017 સુધી ભારતનાં રાષ્ટ્રપતિ ઇથિયોપિયાની મુલાકાતે ગયા એ દરમિયાન 5 ઓક્ટોબર, 2017નાં રોજ વેપારી સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં.
વેપારી સમજૂતી 1982માં થયેલી હાલની વેપારી સમજૂતીનું સ્થાન લેશે. આ વેપારી સમજૂતી વેપાર, આર્થિક સહકાર, રોકાણ અને ટેકનિકલ સહકારને પ્રોત્સાહન આપવા જરૂરી તમામ પગલાં માટે સુવિધા પ્રદાન કરશે.
NP/J.Khunt/DK
(Release ID: 1507825)
Visitor Counter : 114