પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઈટાલીના પ્રધાનમંત્રીની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા પ્રેસ વક્તવ્ય (ઓક્ટોબર, 30, 2017)

Posted On: 30 OCT 2017 6:01PM by PIB Ahmedabad

મહામહિમ, પ્રધાનમંત્રી જેન્ટિલોની

નામાંકિત પ્રતિનિધીઓ,

મીડિયાના સભ્યો,

સૌથી પહેલા હું પ્રધાનમંત્રી જેન્ટિલોની અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સહર્ષ સ્વાગત કરું છું. ભારત આવવાનું મારું નિમંત્રણ તમે સ્વીકાર્યું, તેના માટે હું આપનો આભાર માનું છું.

મહામહિમ,

આપની યાત્રા ભારત-ઈટાલી સંબંધોનાં એવા ઐતિહાસિક સમય પર થઈ રહી છે જ્યારે આપણે માર્ચ, 2018માં  આપણા રાજનૈતિક સંબંધોની 70મી વર્ષગાંઠ ઉજવવાના છીએ.

 

તમારી સાથે આજે વાતચીતમાં મેં અનુભવ્યું કે આપણે બંને જ આપણા દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈઓ સુધી લઈ જવા માંગીએ છીએ. અને તમારી આ યાત્રા થી આપણા સંબંધોની નવી પ્રાથમિકતાઓ નક્કી કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

આજની મુલાકાતમાં આપણે આપણા દ્વિપક્ષીય સંબંધો અને સહયોગની સમીક્ષા કરી, અને સાથે સાથે ક્ષેત્રીય તેમજ વૈશ્વિક વિષયો પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું.

મિત્રો,

ભારત અને ઈટાલી વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ છે. આપણી અર્થવ્યવસ્થાઓની મજબૂતાઈથી આપણે બંને દેશોની વચ્ચે વ્યવસાયીક સહકાર વધવાનાં અસંખ્ય અવસરો મળ્યા છે.

લગભગ 8.8 બિલિયન ડોલરના આપણા દ્વિપક્ષીય વ્યાપારમાં હજુ ઘણો વધારો થવાની ક્ષમતા છે.

મને આનંદ છે કે પ્રધાનમંત્રી જેન્ટિલોનીની સાથે એક ઉચ્ચ-સ્તરીય વ્યાપાર પ્રતિનિધિમંડળ આવ્યું છે.

આજે બંને દેશોના ઔદ્યોગિક અગ્રણીઓની સાથે અમારી મુલાકાતમાં મેં ભવિષ્યની સંભાવનાઓ પ્રત્યે ઘણા આશાવાદનો અનુભવ કર્યો

અમે અમારા ફ્લૈગશિપ કાર્યક્રમ અને પ્રોજેક્ટમાં ઈટાલિયન કંપનીઓ દ્વારા વધુ મજબૂત ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. ભારતીય કંપનીઓની સાથે સહકારમાં તેમના માટે પૂષ્કળ સંભાવનાઓ છે.

સ્માર્ટ સિટીઝ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટીકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક ક્ષેત્રોમાં અમારી જરૂરીયાતો ઈટાલીની વિશેષતા તેમજ ક્ષમતાઓ સાથે મળતી આવે છે.

મને ઘણો આનંદ છે કે આ અઠવાડિયે વર્લ્ડ ફૂડ ઈન્ડિયામાં ઈટાલી એક  ફોકસ દેશના રૂપમાં મોટા પાયા પર ભાગ લેશે.

સાયન્સ અને ટેકનોલોજી એક અન્ય ક્ષેત્ર છે, જેના પર સહયોગ વધારવા માટે અમે ઉત્સુક છીએ. આ ક્ષેત્રમાં ઈટાલી આપણું લાંબા સમય થી ભાગીદાર રહ્યું છે. આપણા દેશના વિદ્યાર્થીઓ માટે ઈટાલી ઉચ્ચ શિક્ષણ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે.

અમે બંને દેશોની વચ્ચે વર્તમાન સમૃદ્ધ સાંસ્કૃતિક સંપર્કના સંબંધોમાં પણ વાતચીત કરી. મને એ જાણીને આનંદ થયો કે, ઈટાલીમાં ઘણા લોકો ભારતીય સંસ્કૃતિ, ખાણી-પીણી, સિનેમા, સંગીત, નૃત્ય, યોગ અને આયુર્વેદમાં ઊંડો રસ ધરાવે છે.

 

બંને દેશ પર્યટન તેમજ લોકોની વચ્ચે આદાન-પ્રદાન માટે સહમત થયા છે, અને આનાથી આપણા પરસ્પર સંબંધો વધુ ગાઢ થશે.

મિત્રો,

દ્વિપક્ષીય મુદ્દા ઉપરાંત કેટલીક ક્ષેત્રીય તેમજ વૈશ્વિક સ્તરની બાબતોમાં પણ વાતચીત થઈ

આજના યુગમાં પ્રત્યેક દિવસે આપણે નવા જોખમો અને પડકારોનો સામનો કરવે પડે છે. વૈશ્વિક સ્તર પર વર્તમાન તેમજ ઉભરી રહેલા કેટલાક સુરક્ષા સંબંધી પડકારો વિશે અમે વિસ્તારથી ચર્ચા કરી છે. અમે બંનેએ આતંકવાદના દરેક રૂપો સામે લડવા અને સાઈબર સિક્યોરીટી પર સહયોગ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

બંને પક્ષ પરસ્પર પડકારો તેમજ હિતોની બાબતોમાં વિવિધ વૈશ્વિક મંચો પર એક બીજાનું સમર્થન કરવા અને ગાઢ સહયોગ માટે સહમત છે.

મિત્રો,

હું એકવાર ફરી પ્રધાનમંત્રી જેન્ટિલોની પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે તેઓ ભારત આવ્યા, અને તેમની સાથે મને ઘણાં વિસ્તારથી દેરક પ્રકારના વિષયો પર સકારાત્મક ચર્ચા કરવાનો અવસર મળ્યો.

ધન્યવાદ.

NP/JK/GP/RP



(Release ID: 1507467) Visitor Counter : 50


Read this release in: English