માહિતી અને પ્રસારણ મંત્રાલય

મુંબઈ ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલ માટે આવેદનો મંગાવવામાં આવ્યા

Posted On: 17 OCT 2017 4:15PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 17-10-2017

 

મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2018 માટે ડોક્યુમેન્ટરી, શોર્ટ અને એનિમિશન ફિલ્મો માટે આવેદનો મંગાવાયા છે. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્મ ડિવિઝન દ્વારા દર બે વર્ષે યોજાતો આ ફેસ્ટિવલ 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી, 2018 સુધી યોજાશે.

1 સપ્ટેમ્બર, 2015થી 31 ઓગસ્ટ, 2017 વચ્ચે બનેલી 45 મિનિટની સમયમર્યાદા ધરાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મો, શોર્ટ ફિક્શન ફિલ્મો તથા એનિમેશન ફિલ્મો (સમયમર્યાદા નથી) ઇન્ટરનેશનલ અને નેશનલ કોમ્પિટિશન સેક્શનમાં પ્રવેશ કરવાને લાયક છે.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રવેશ માટે વિદેશી નાગરિકો માટે પ્રવેશ ફી 50 અમેરિકન ડોલર છે અને ભારતીય ફિલ્મનિર્માતાઓ માટે રૂ. 1,500 છે. સાર્ક દેશોનાં ફિલ્મનિર્માતાઓ માટે ફિલ્મદીઠ કન્સેશનલ એન્ટ્રી ફી 30 અમેરિકન ડોલર છે. રાષ્ટ્રીય સ્પર્ધા માટે પ્રવેશ ફી રૂ. 1,000 છે.

એન્ટ્રી સબમિટ કરવાની સમયમર્યાદા 15 નવેમ્બર, 2017 છે. વિગત www.miff.in  પર ઉપલબ્ધ છે.

એવોર્ડ

એમઆઈએફએફ(MIFF)ની 2018ની એડિશન માટે લાગુ પરિવર્તનો સમજાવતાં ફિલ્મ ડિવિઝનનાં ડિરેક્ટર જનરલ મનિષ દેસાઈએ કહ્યું હતું કે, “એમઆઈએફએફની 15મી એડિશન માટે ટોચનાં એવોર્ડ માટે રોકડ ઇનામ બમણું થઈને રૂ. 5 લાખ (રૂ. 500,000)થી રૂ. 10 લાખ (રૂ. 1 મિલિયન) થયું છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફેસ્ટિવલની બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મને પ્રતિષ્ઠિત ગોલ્ડન કોન્ચ એવોર્ડ સાથે આ ઇનામ એનાયત કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મ (45 મિનિટ સુધી) અને બેસ્ટ એનિમેશન ફિલ્મને સિલ્વર કોન્ચ અને રૂ. 5 લાખ (રૂ. 500,000)નું રોકડ ઇનામ મળશે.

રાષ્ટ્રીય સ્પર્ધામાં ફિલ્મનિર્માતાઓ બે શ્રેણીઓ 60 મિનિટથી વધારે કે 60 મિનિટથી ઓછીમાં તેમની દસ્તાવેજી ફિલ્મો મોકલી શકે છે. બંને શ્રેણીઓ સિલ્વર કોન્ચ એવોર્ડ અને રૂ. 5 લાખ (રૂ. 500,00)નું રોકડ ઇનામ ધરાવે છે. બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મ અને બેસ્ટ એનિમેશન ફિલ્મને સિલ્વર કોન્ચ અને રૂ. 3 લાખ (રૂ. 300,000)નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવશે.

પ્રમોદ પતિ સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિભાગમાં એનાયત કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાપિત દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી એવોર્ડ, બેસ્ટ ડિબેટ ફિલ્મ ડિરેક્ટરને એનાયત કરવામાં આવશે. રોકડ ઇનામ સાથે આઇડીપીએ (ઇન્ડિયન ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર્સ એસોસિએશન) ટ્રોફી બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મને એનાયત કરવામાં આવશે. ટેકનિકલ એવોર્ડ સિનેમેટોગ્રાફી, એડિટિંગ અને સાઉન્ડ ડિઝાઇન ક્ષેત્રોમાં એનાયત કરવામાં આવશે.

કોમ્પિટિશન કેટેગરીમાં તમામ એવોર્ડનો નિર્ણય 5 સભ્યોનું આંતરરાષ્ટ્રીય નિર્ણાયક મંડળ લેશે, જેમાં 3 વિદેશી નાગરિકો અને બે ભારતીયો સામેલ છે તથા રાષ્ટ્રીય નિર્ણાયક મંડળમાં 2 વિદેશી નાગરિકો અને 3 ભારતીયો સામેલ હશે.

એમઆઈએફએફ વિશે

વર્ષ 1990માં શરૂ થયેલ એમઆઈએફએફ દક્ષિણ એશિયામાં ડોક્યુમેન્ટરી, શોર્ટ અને એનિમેશન ફિલ્મો માટે સૌથી જૂનો કોમ્પિટિટિવ ફેસ્ટિવલ છે. ફેસ્ટિવલનો ઉદ્દેશ દુનિયાનાં તમામ ડોક્યુમેન્ટરી ફિલ્મનિર્માતાઓ માટે એકબીજાને મળવાનો, વિચારોનું આદાનપ્રદાન કરવાનો, સહ-નિર્માણ માટે શક્યતાઓ ચકાસવાનો તથા ડોક્યુમેન્ટરી, શોર્ટ અને એનિમેશન ફિલ્મોનું માર્કેટિંગ કરવાનો છે.

ફેસ્ટિવલની પ્રવૃત્તિઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ એન કે સિંહાની અધ્યક્ષતામાં આયોજક સમિતિનાં માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવે છે. આ સમિતિમાં સભ્યો તરીકે પ્રસિદ્ધ ફિલ્મનિર્માતાઓ, ડોક્યુમેન્ટરી નિર્માતાઓ, ફિલ્મ વિવેચકો અને માર્કેટિંગ નિષ્ણાતો સામેલ છે.

 

J.Khunt/GP                                   



(Release ID: 1506371) Visitor Counter : 199


Read this release in: English