સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ગ્રામીણોને શ્રેષ્ઠ જીવન વીમા સેવાઓ મળશે : શ્રી મનોજ સિંહા
Posted On:
13 OCT 2017 5:56PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 13-10-2017
સંચાર મંત્રી શ્રી મનોજ સિંહાએ આજે સંપૂર્ણ વીમા ગ્રામ (એસબીજી) યોજના અને ડાક જીવન વીમાના ગ્રાહકોની સંખ્યા વધારવાની પહેલનો શુભારંભ કર્યો. અહીં યોજનાનો શુભારંભ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં મંત્રી મહોદયે કહ્યું કે દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં રહેનારા લોકોને શ્રેષ્ઠ જીવન વીમા સેવાઓ પ્રદાન કરવા માટે ડાક નેટવર્ક દ્વારા બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિચારને આગળ વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આવનારા દરેક ગામડાંઓને આની સીમામાં લવાશે.
મંત્રી મહોદયે કહ્યું કે સંપૂર્ણ વીમા ગ્રામ (એસબીજી) યોજના અંતર્ગત દેશના પ્રત્યેક મહેસૂલ જિલ્લામાં ઓછામાં ઓછા એક ગામડાં (ન્યૂનત્તમ 100 આવાસ) ને પસંદ કરાશે. જ્યારે પ્રત્યેક પૉલિસીની ઓછામાં ઓછી એક આરપીએલઆઈ (ગ્રામીણ ડાક જીવન વીમા)ની સાથે પસંદ કરાયેલ ગામડાંના દરેક ઘરોને આવરી લેવાનો પ્રયાસ કરાશે. આ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ સંપૂર્ણ વીમા ગ્રામ માટે પસંદ કરાયેલ ગામના દરેક આવાસોને આવરી લેવાનો છે.
શ્રી સિન્હાએ કહ્યું કે ડાક જીવન વીમા (પીએલઆઈ)ના ગ્રાહકોની સંખ્યા વધારવાની યોજના અંતર્ગત હવે એ નિર્ણય લેવાયા છે કે પીએલઆઈનો લાભ માત્ર સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ સુધી સીમિત નહીં હોય પરંતુ હવે ડૉક્ટરો, એન્જીનીયરો, મેનેજરો, સલાહકારો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વાસ્તુકારો, વકીલો, બેંક કર્મચારીઓ જેવા વ્યવસાયિકો અને એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ) તથા બીએસઈ (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ના કર્મચારીઓ માટે પણ ઉપલબ્ધ થશે. આ નિર્ણય સામાજિક સુરક્ષા કવરેજને પ્રોત્સાહિત કરવા અને વધુમાં વધુ સંખ્યામાં લોકોને ડાક જીવન વીમા (પીએલઆઈ) અંતર્ગત લાવવા માટે કરાયો છે. તેમણે કહ્યું કે અંગત વીમાની તુલનામાં ડાક પોલિસીઓનું વીમા પ્રમિયમ ઓછું અને વધુ લાભદાયક છે.
મંત્રી મહોદયે કહ્યું કે સરકાર આ દેશના નાગરિકોને સંપૂર્ણ કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ડાક જીવન વીમા (પીએલઆઈ)ના ગ્રાહકોની સંખ્યા વધારવા અને દેશના પ્રત્યેક જિલ્લામાં સંપૂર્ણ વીમા ગ્રામને દરેક ઘરો માટે ગ્રામીણ ડાક જીવન વીમા (આરપીએલઆઈ)નું કવરેજ સુનિશ્ચિત કરવા આ દિશામાં એક પગલું છે. આ બંને પ્રમુખ પહેલો ડાક વિભાગ દ્વારા શરૂ કરાઈ છે, જેનાથી લોકોનું જીવન સુરક્ષિત થવાની સાથે જ નાણાંકીય એકીકરણ પણ વધશે.
JK/GP
(Release ID: 1506027)
Visitor Counter : 137