જળ સંસાધન મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે બિહારમાં ચાર સિવરેજ પરિયોજનાઓ અને ચાર રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ભૂમિપૂજન કરશે

Posted On: 13 OCT 2017 5:51PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13-10-2017

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (14-10-2017) પટના શહેર માટે 738.4 કરોડ રૂપિયાના ખર્ચે થનારી ચાર સિવરેજ પરિયોજનાઓ અને 195 કિ.મી. લાંબી 3031 કરોડ ખર્ચ તૈયાર થનારી ચાર રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ભૂમિપૂજન કરશે. ભૂમિપૂજન સમારોહ મોકામામાં આયોજિત કરાશે. કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ, પરિવહન અને શીપીંગ મંત્રી શ્રી નિતિન ગડકરી પણ ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ અવસર પર બેઊર અને સૈદપુરમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સીવર નેટવર્ક તથા કરમાલીચકમાં સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન થશે. આ ચાર પરિયોજનાઓ થી બેઊર, કરમાલીચક અને સૈદપુર સીવરેજ ક્ષેત્રો (ઝોન) માટે 120 એમએલડીની નવી એસટીપી ક્ષમતાનું સર્જન થશે અને 20 એમએલડીની વર્તમાન ક્ષમતાનું અપગ્રેડેશન થશે. જેના અંતર્ગત બેઉર અને સૈદપુર ક્ષેત્રોમાં 234.84 કિલોમીટર લાંબા સીવર નેટવર્ક પણ સામેલ છે.

આ અવસર પર રાષ્ટ્રીય રાજમાર્ગ -31ના આંટા-સિમરીયા ખંડ અને બખ્તિયાપુર – મોકામા ખંડને 4 લેનમાં પરિવર્તન કરવાના કાર્યનો શિલાન્યાસ કરાશે. સાથે જ, પ્રધાનમંત્રી દ્વારા 6 લેનવાળા ગંગા સેતુ અને રાષ્ટ્રીય રાજમાર્ગ-107ના મહેશખૂંટ-સહરસા-પૂર્ણિયા ખંડ પર અને રાષ્ટ્રીય રાજમાર્ગ-82 પર બિહાર શરીફ- બરબીઘા – મોકામા ખંડ પર બે લેનના નિર્માણના કાર્યનું પણ ભૂમિપૂજન કરાશે.



(Release ID: 1506025) Visitor Counter : 140


Read this release in: English