PIB Headquarters
પોસ્ટ ઓફિસ બચત ખાતા, પીપીએફ, કેવીપી વગેરે પોસ્ટ ઓફિસના ખાતા ધારકોને આધાર અને મોબાઈલ નંબરની નોંધણી તારીખ 31-12-2017 સુધી કરાવવી ફરજીયાત
Posted On:
12 OCT 2017 6:00PM by PIB Ahmedabad
અમદાવાદ, 12-10-2017
ભારત સરકારના, નાણા મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન તારીખ 29-09-2017 મુજબ પોસ્ટ ઓફિસ બચત ખાતા, પીપીએફ, કેવીપી વગેરે પોસ્ટ ઓફિસના ખાતા ધારકોને આધાર અને મોબાઈલ નંબરની નોંધણી તારીખ 31-12-2017 સુધી કરાવવી ફરજીયાત છે. જેના અનુસંધાનમાં દરેક ખાતા ધારકને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી આધાર અને મોબાઈલ નંબરની નોંધણી કરાવવી.
આધાર નંબર અને મોબાઈલ નંબરની નોંધ માટે વહેલામાં વહેલી તકે આપની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા તથા સહકાર આપવા વિનંતી છે.
એમ પોસ્ટ વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
JK/GP
(Release ID: 1505873)
Visitor Counter : 183