રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ 12-13 ઓક્ટોબર, 2017ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના બે દિવસીય સંમેલનની અધ્યક્ષતા કરશે
Posted On:
11 OCT 2017 5:49PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 11-11-2017
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 12-13 ઓક્ટોબર, 2017ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના બે દિવસીય સંમેલનની અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનારું આ 48માં અને રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ દ્વારા અધ્યક્ષતા કરાનારું પહેલું સંમેલન છે.
આ બે દિવસીય સંમેલનના વિવિધ સત્રોમાં મહત્વપૂર્ણ એજન્ડા પર વિચાર-વિમર્શ કરાશે. ઉદ્ઘાટન સત્રનો વિષય ‘ન્યૂ ઈન્ડિયા-2022’ હશે. ભારત 2022માં પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. ‘ન્યૂ ઈન્ડિયા 2022’માં દેશના નાગરીકોની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે બૂનિયાદી માળખામાં અનેક પહેલોની જરૂર છે. આજ પ્રકારે ‘ન્યૂ ઈન્ડિયા 2022’ બનાવવા માટે વિવિધ સેવાઓ જેવી કે ગુણવત્તા યુક્ત શિક્ષણ સુધી પહોંચ, પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસ, સ્વાસ્થ્ય સેવા, સ્વચ્છતા, ખુલ્લામાં શૌચ થી મુક્ત શહેર અને ગામ, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નાગરિકોની સુરક્ષા અને રક્ષા વગેરે વિવિધ સેવાઓ પર ભાર અપાશે. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વિવિધ સત્રોમાં ભાગ લેશે અને સંમેલનને સંબોધિત કરશે.
સંમેલનનું પહેલું સત્ર નીતિ આયોગ દ્વારા ‘ન્યૂ ઈન્ડિયા 2022’ના સંભવિત તત્વોની બાબતમાં પોતાની પ્રસ્તુતિ સાથે શરૂ થશે. ત્યારબાદ રાજ્યપાલ બે સમૂહોમાં ‘ન્યૂ ઈન્ડિયા 2022’ માટે બુનિયાદી માળખા અને ‘ન્યૂ ઈન્ડિયા 2022 માટે સાર્વજનિક સેવાઓ’ વિષય પર વિસ્તૃત વાતચીત કરશે. પ્રત્યેક ગ્રુપમાં, ભારત સરકારના સંબંધિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
બીજા સત્રમાં ‘રાજ્યોમાં ઉચ્ચ શિક્ષા’ અને યુવાઓને રોજગારીયુક્ત બનાવવા માટે ‘કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા વિષયો’ પર આયોજિત કરાશે. માનવ સંસાધન વિકાસ અને કૌશલ્ય વિકાસ તેમજ ઉદ્યમિતા મંત્રી, એજન્ડા-મુદ્દા પર સંબોધિત કરવા માટે દ્રષ્ટિકોણ અને યોજનાને સામેલ કરાયેલું પોતાનું પ્રસ્તુતિકરણ રજૂ કરશે. રાજ્યપાલ પણ રાજ્યોમાં પોતાના અનુભવોની સાથે લક્ષ્ય હાંસલ કરવા માટે યુક્તિઓની બાબતમાં પોતાના વિચારો અને સૂચનો આપશે.
બીજા દિવસે ત્રીજા સત્રમાં, રાજ્યપાલ પોતાના સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત કોઈપણ વિશેષ મુદ્દા પર પોતાની સંક્ષિપ્ત ટિપ્પણીઓ આપશે. તેઓ રાજભવનોમાં શરૂ કરાયેલ પહેલ અથવા મુખ્ય ઉપલબ્ધિઓની બાબતમાં પણ પ્રકાશ પાડશે.
સમાપન સત્રમાં, સંબંધિત રાજ્યપાલ વિચાર વિમર્શની બાબતમમાં પોતાનો સંક્ષિપ્ત રીપોર્ટ રજૂ કરશે. તેઓ સંમેલનના વિચારૃવિમર્શ અને પરિણામોમાં પોતાના સંબંધિત રાજ્યોમાં હિતધારકોને સંવેદનશીલ બનાવવાની સાથે-સાથે ‘ન્યૂ ઈન્ડિયા 2022’ની દિશામાં કાર્ય કરવા માટે ઉપયોગ કરશે.
રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 27 રાજ્યપાલો અને ત્રણ ઉપરાજ્યપાલો આ સંમેલનમાં ભાગ લેશે. ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, વિદેશ મંત્રી, માર્ગ પરિવહન રાજમાર્ગ અને શિપીંગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ, કાયદો અને ન્યાય તથા ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, માનવ સંસાધન વિકાસ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૈસ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા, રેલવે અને કોલસા તેમજ રક્ષા મંત્રી તથા પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ સ્વતંત્ર રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), આવાસ તેમજ શહેરી બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને સીઈઓ, તથા વરિષ્ઠ અધિકારીઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની સાથે-સાથે લક્ષદ્વીપના પ્રશાસક ખાસ આમંત્રિત તરીકે આ સંમેલનમાં ભાગ લેશે.
NP/JK/GP
(Release ID: 1505705)