રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ ભારતીય જળ સપ્તાહ – 2017નું ઉદ્ઘાટન કર્યું

Posted On: 10 OCT 2017 6:03PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 10 ઓક્ટોબર, 2017

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (10 ઓક્ટોબર, 2017) નવી દિલ્હીમાં ભારતીય જળ સપ્તાહ-2017નું ઉદ્ઘાટન કર્યું.

આ અવસર પર રાષ્ટ્રપતિએ કહ્યું કે જળ જીવનનો આધાર છે. આ અર્થવ્યવસ્થા, પરિસ્થિતિકીય તથા મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે. જળનો મુદ્દો જળવાયુ પરિવર્તન અને તેનાથી સંબંધિત પર્યાવરણીય ચિંતાઓના કારણે અને વધુ મહત્વપૂર્ણ થઈ ગયું છે. જળનો શ્રેષ્ઠ અને વધુ પ્રભાવી ઉપયોગ ભારતીય ખેતી અને ઉદ્યોગ માટે એક પડકાર છે. આપણા માટે એ આવશ્યક કરી દે છે કે અમે આપણા ગામડાં અને નિર્મિત થનારા શહેરોના નવા માનદંડ સ્થાપિત કરીએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વર્તમાનમાં ભારતમાં 80 ટકા જળનો ઉપયોગ કૃષિ માટે અને માત્ર 15 ટકા ઉદ્યોગ દ્વારા કરાય છે. આવનારા વર્ષોમાં એ ગુણોત્તર બદલાશે. જળની કુળ માંગ વધશે. જળનો ઉપયોગ અને તેના ફરી ઉપયોગની ક્ષમતાને ઔદ્યોગિક પરિયોજનાઓનો માળખું તૈયાર કરતાં સમયે તેમાં સાવેશ કરવો જોઈએ. વ્યવસાય અને ઉદ્યોગને તેના સમાધાનનો એક ભાગ બનાવવો જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે શહેરી ભારતમાં દર વર્ષે 40 અરબ લીટર નકામું પાણી નીકળે છે. એ અત્યંત મહત્વપૂર્ણ છે કે આ પાણીના ઝેરી તત્વોને ઓછા કરવા માટે પ્રૌદ્યોગિકી અપનાવાય અને તેનો ઉપયોગ સિંચાઈ અને અન્ય કાર્યો માટે કરાય. આ કોઈપણ શહેરી યોજના કાર્યક્રમનો ભાગ હોવો જોઈએ.

રાષ્ટ્રપતિએ એવો જળ વ્યવસ્થા દ્રષ્ટિકોણ અપનાવવાનો આગ્રહ કર્યો જે સ્થાનિક લોકોને અનુકૂળ હોય. તેમણે કહ્યું કે એ ગામડાં અને પાડોશી સમુદાયોને શક્તિ સંપન્ન બનાવે અને તેમાં એ ક્ષમતાનું નિર્માણ કરે જે પોતાના જળ સંસાધનોની વ્યવસ્થા, તેની વહેંચણી અને મૂલ્યાંન કરી શકે. 21મી સદીની કોઈપણ નીતિમાં પાણીના મૂલ્યની સંકલ્પનાના તત્વનો સમાવેશ કરાવવો જોઈએ. એ સમુદાયો સહિત દરેક ભાગીદારીને પ્રોત્સાહિત કરે કે તેઓ પોતાની વિચારવાની શક્તિને વધારે અને જળની માત્રાથી લઈને લાભાકરક પરિણામને વહેંચવાના ક્રમને ચિન્હિત કરે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે જળ સુધી પહોંચ મનુષ્યના ગૌરવનો પર્યાય છે. ભારતમાં જનસંખ્યાને પીવાનું સુરક્ષિત જળ પ્રદાન કરવાનું કાર્ય 600 હજાર ગામડામાં ફેલાયેલું છે એ માત્ર શહેરી ક્ષેત્ર જ પરિયોજના અંતર્ગત પ્રસ્તાવિત નથી. આ એક પાવન પ્રતિબદ્ધતા છે. સરકારે દરેક ગામડાંને 2022 સુધી પીવાનું પાણી પૂરી પાવડાનું સુનિશ્ચિત કરવાની રણનીતિક યોજના તૈયાર કરી છે, જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે ત્યાં સુધી આ લક્ષ્ય અંતર્ગત 90 ટકા ગામડાંઓમાં રહેનારા પરિવારોને પાઈપ લાઈન દ્વારા પાણીની જરૂરીયાત મળવા લાગશે. આ સંમેલનમાં થયેલા વિચાર-વિમર્શમાં એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે વિફલ નહીં થઈએ.

આ અવસર પર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજરાની, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નિતિન ગડકરી, કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા મંત્રી સુશ્રી ઉમા ભારતી, સંસદીય કાર્ય તથા જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ અને માનવ સંસાધન વિકાસ અને જળ સંસાધન, નદી વિકાસ તથા ગંગા સંરક્ષણ રાજ્યમંત્રી ડૉ. સત્યપાલ સિંહ પણ ઉપસ્થિત હતા.

NP/GP                                                                       



(Release ID: 1505533) Visitor Counter : 242


Read this release in: English