સંરક્ષણ મંત્રાલય
નર્મદા મહોત્સવ જળયાત્રા અભિયાન - 2017
Posted On:
10 OCT 2017 6:02PM by PIB Ahmedabad
અમદાવાદ, 10 ઓક્ટોબર, 2017
સરદાર સરોવર જળાશયનું નિર્માણ પૂર્ણ થવાનાં પ્રસંગે “નર્મદા મહોત્સવ”ની ઉજવણીનાં ભાગરૂપે એડિશનલ ડીજી એનસીસી ગુજરાત મેજર જનરલ (ડો.) સુભાષ શરને એનસીસી કેડેટને જળયાત્રા અભિયાન માટે પ્રેરિત કર્યા છે. અભિયાનનું નામ “નર્મદા મહોત્સવ જળયાત્રા અભિયાનઃ 2017” હતું, જેને 10 ઓક્ટોબર, 2017નાં રોજ ગુજરાતનાં એડિશનલ ડીજી એનસીસી મેજર જનરલ સુભાષ શરને પોઇચામાં “લીલી ઝંડી” આપી હતી, જે સરદાર સરોવર જળાશયમાં 60 કિમી નીચે સ્થિત છે. આ પ્રસંગે 30 અધિકારીઓ, 100 જેસીઓ અને એનસીઓ, 50 એસોસિએટ એનસીસી અધિકારીઓ, 1000 એનસીસી કેડેટ તથા સ્થાનિક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકો અને વરિષ્ઠો ઉપસ્થિત રહ્યાં હતાં. આ જળયાત્રા અભિયાન ભાડભૂત સુધી સાત દિવસમાં આશરે 250 કિમીનું અંતર કાપશે એવી અપેક્ષા છે. ગુજરાતમાંથી 14 કન્યા કેડેટ સહિત એનસીસીનાં 44 કેડેટ સેના અને નૌકાદળનાં તેમનાં ટ્રેનર્સ સાથે આ સાહસિક અભિયાનમાં સહભાગી થયા છે. આ પ્રસંગની ઉજવણી કરવા મુલાકાત લેનાર મહાનુભાવોએ એનસીસીનાં કેડેટ, તેમને તાલીમ આપનાર અને સપોર્ટ ટીમને પ્રોત્સાહન આપ્યું હતું અને આ પ્રકારનું સાહસિક અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગુજરાતનાં એનસીસીનાં 75,000 કેડેટને પ્રમાણભૂત તાલીમ સાથે સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી.
નર્મદા જળયાત્રા અભિયાનનો ઉદ્દેશઃ જળયાત્રા પોતાની સફર દરમિયાન માલસર, નારેશ્વર, મંગલેશ્વર, નીલકંઠેશ્વર, ભરુચમાંથી પસાર થશે અને ભાડભૂતમાં પૂર્ણ થશે, જ્યાં 15 ઓક્ટોબર, 2017નાં રોજ “ફ્લેગ ઇન”નું આયોજન થયું છે. અભિયાન દરમિયાન એનસીસીનાં કેડેટ વચ્ચે સાહસિકતા જગાવવા તેમને ગુજરાતનાં વિસ્તારની સ્થાનિક વસતિ પ્રત્યે, સંગ્રહ ક્ષમતા વધારવા ડેમની ઊંચાઈ વધારવા, નદીનું મહત્ત્વ, જળ સંરક્ષણ, સ્વચ્છ ભારત અને ડિજિટલ ઇન્ડિયા, “સુજલામ સુફલામ” અને “સૌની” યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રીએ રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે તેમનાં કાર્યકાળ દરમિયાન તટવર્તીય સુરક્ષાને પણ મહત્ત્વ આપ્યું હતું. આ માટે એનસીસી નેવલનાં છ યુનિટ મંજૂર થયા છે અને ગુજરાતનાં દરિયાકિનારાનાં રાજ્ય માટે માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા સુરક્ષાનાં મહત્ત્વ મુજબ વધારવામાં આવ્યાં હતાં. આ અભિયાન લાંબા ગાળે યુવાનોને સ્વૈચ્છિક રીતે એનસીસી યુનિટમાં જોડાવા માટે પ્રેરિત કરશે અને પરિણામે તેઓ નૌકાદળ, તટરક્ષક દળ કે દરિયાઈ પોલીસ વગેરે મારફતે દેશની સુરક્ષા કરશે.
NP/GP
(Release ID: 1505531)
Visitor Counter : 182