માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

GSTની અમલવારીમાં ટેક્ષટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને નડતી તમામ મુશ્કેલીઓ હલ કરવા કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધઃ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

જીએસટી પરિષદના નિર્ણયો અંગેનું નોટિફિકેશન ટૂંકમાં જારી કરાશે

GST ની અમલવારી પર પ્રધાનમંત્રીશ્રી કાર્યાલય અને નાણાં મંત્રાલયની સતત દેખરેખ

સુરત ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરાયેલ રજૂઆત બાબતે GST કાઉન્સીલે હકારાત્મક નિર્ણયો લીધા

Posted On: 10 OCT 2017 6:00PM by PIB Ahmedabad

સુરત, 10 ઓક્ટોબર, 2017

        વન નેશન-વન ટેક્ષની દશકાઓ જૂની દેશની લાગણીને ફળીભૂત કરવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રબળ ઇચ્છાશક્તિના કારણે પાર પડયુ છે. આઝાદી પછીનો આ સૌથી મોટો આર્થિક સુધારો છે ત્યારે આટલા મોટા દેશમાં તેનો અમલ કરવો તે ખુબ મોટું પડકારજનક કાર્ય છે. જેમાં આપણે 125 કરોડ દેશવાસીઓના સહયોગથી ખૂબ સફળ રહયા છીએ. કેન્દ્રીય માર્ગ પરિવહન, રાજમાર્ગ, વહાણવટું તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજે સુરત ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે જીએસટી પરિષદે સૂચવેલા સુધારાઓ અંગેનું નોટીફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે જેથી કરીને તેના અમલીકરણમાં કોઈ વિલંબ ન થાય. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી અમુક રજૂઆતો જીએસટી પરિષદની વિચારણા હેઠળ છે તથા સરકાર હજુ પણ ઉદ્યોગો તરફથી આવતી રજૂઆતોને આવકારે છે અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે તમામ હકારાત્મક પગલાં ભરશે તેવું આશ્વાસન આપ્યું હતું.

શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું કે GSTની અમલવારીને લઈ પડતી મુશ્કેલીઓ અંગે પ્રધાનમંત્રીશ્રી કાર્યાલય અને નાણાં મંત્રાલય સતત દેખરેખ રાખી રહયુ છે તથા કોઈપણ વેપારીને મુશ્કેલી ન પડે કે કારોબારને પ્રતિકૂળ અસર ન થાય તે માટે GST કાઉન્સીલ દ્વારા અનુભવ અને રજૂઆતના આધારે સતત સુધારા કરવામાં આવી રહ્યા છે.

        સુરત શહેરમાંથી પણ સુરત ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝ ના વિવિધ વેપારી સંગઠનો દ્વારા જુદા-જુદા તબકકે રજૂઆત કરવામાં આવેલ હતી. જેનો GST કાઉન્સીલ દ્વારા સઘન અભ્યાસ કરી, વ્યવહારીક અનુભવ જાણીને મોટાભાગની મુશ્કેલીઓ દૂર કરવામાં આવેલ છે.

        તા. 06-10-2017ના રોજ મળેલ GST કાઉન્સીલની બેઠક બાદ વિવિધ વેપારી સંગઠનોની માંગ અને તેમની વર્તમાન સ્થિતિ

1) વિવર્સ એસોસીએશન

 

ક્રમ

રજુ કરેલ માંગણી

તા. 08-10-2017ના રોજ સ્થિતિ

1

યાર્ન પરનો ટેક્ષ ઓછો કરવા

યાર્ન પરનો ટેક્ષ 18 ટકા માંથી 12 ટકા કરવામાં આવેલ છે.

2

જમા રેહતી ITC રીફંડ આપવાબાબત

યાર્ન તથા જોબવર્ક પરનો GST દરઘટી જવાના કારણે ITC ઓછી જમા રહેશે

3

જોબવર્ક પર GSTદર ઘટાડવામાં આવે

ટેક્ષટાઇલને લગતા બધા જોબવર્ક પરનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવેલ છે.

4

શરૂઆતના સ્ટોક પર ટેક્ષ ક્રેડીટ

શરૂઆતનાં સ્ટોક પર કરેલા ડયુટી પેમેન્ટના આધાર પર 100 ટકા ટેક્ષ ક્રેડીટ ઉપલબ્ધ છે.

5

નાના એકમો માટે રાહત

કમ્પોઝિશન યોજનાની મર્યાદા રૂા.1 કરોડ સુધીના ટર્ન ઓવર સુધી વધારવામાં આવેલ છે તથા રૂા.1.50 કરોડસુધીની ટર્નઓવર ધરાવતા યુનિટ માટે ત્રિમાસિક રીટર્નની જોગવાઇ કરવામાં આવેલ છે.

6

બિન નોંધાયેલ એકમો પાસેથી થતી ખરીદી પર રિવર્સ ચાર્જ દુર કરવા બાબત

તા. 31-03-2018 સુધીમાં રૂા. 20 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા બિન નોંધાયેલ એકમો પાસે થી કરાતી ખરીદી પર RCMલાગુ નહિ થાય.

(2) જરી અને એબ્રોડરી યુનિટના નાના જોબવર્કરોની માંગણીઓ

ક્રમ

રજુ કરેલ માંગણી

તા. 08-10-2017ના રોજ સ્થિતિ

1

સાચી જરી (Real) (5605) અને વણાંટ દોરા પર GSTઘટાડવા બાબત

સાચી જરી ઉપરથી GST૧૨ ટકા માંથી ટકા કરવામાં આવેલ છે અને વણાંટ દોરા પર GST 18 ટકા માંથી 12 ટકા કરવામાં આવેલ છે.

2

જોબવર્ક પરનો GST દર ઓછો કરવા બાબત

ટેક્ષટાઇલને લગતા બધા જોબવર્ક પરનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવેલ છે.

3

નાના એકમોને રાહત

કમ્પોઝિશન યોજનાની મર્યાદા રૂા.1 કરોડ સુધીના ટર્ન ઓવર સુધી વધારવામાં આવેલ છે તથા રૂા.1.50 કરોડ સુધીની ટર્નઓવર ધરાવતા યુનિટ માટે ત્રિમાસિક રીટર્નની જોગવાઇ કરવામાં આવેલ છે.

4

બિન નોંધાયેલ એકમો પાસેથી થતી ખરીદી પર રિવર્સ ચાર્જ દુર કરવા બાબત

તા. 31-03-2018 સુધીમાં રૂા. 20 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા બિન નોંધાયેલ એકમો પાસેથી કરાતી ખરીદી પર RCMલાગુ નહિ થાય.

(3) કાપડ વેપારીઓ દ્વારા કરવામાં આવેલ માંગણીઓ

ક્રમ

રજુ કરેલ માંગણી

તા. 08-10-2017 ના રોજ સ્થિતિ

જોબવર્ક પરનો GST દર ઓછો કરવા બાબત

ટેક્ષટાઇલને લગતા બધા જોબવર્ક પરનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવેલ છે.

નાના એકમોને રાહત

 

કમ્પોઝિશન યોજનાની મર્યાદા રૂા.1 કરોડ સુધીના ટર્ન ઓવર સુધી વધારવામાં આવેલ છે તથા રૂા.1.50 કરોડ સુધીની ટર્નઓવર ધરાવતા યુનિટ માટે ત્રિમાસિક રીટર્નની જોગવાઇ કરવામાં આવેલ છે.

બિન નોંધાયેલ એકમો પાસેથી થતી ખરીદી પર રિવર્સ ચાર્જ દુર કરવા બાબત

તા.31-03-2018 સુધીમાં રૂ. 20 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા બિન નોંધાયેલ એકમો પાસેથી કરાતી ખરીદી પર RCM લાગુ નહિ થાય.

-વે બીલમાંથી રાહત

તા. 31-03-2018 સુધી કોઇ -વે બીલની જરૂરીયાત નહિ રહે.

 

આ ઉપરાંત ઘણા મહત્વના સુધારાઓ અને રાહતો પણ GST કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે. 

1)      વેપારીઓ હવે GST રજીસ્ટ્રેશન મેળવ્યા વગર રૂ।. 20 લાખ સુધીની આંતરરાજ્ય વેચાણ કરી શકશે.

2)      22મી બેઠકમાં GST કાઉન્સિલએ સ્પષ્ટતા કરી છે કે પરિવહન સેવાઓ પૂરી પાડતા એકમો દ્વારા બિન નોંધાયેલા વેપારીને પુરી પાડવામાં આવતી પરિવહન સેવા GST માંથી મુક્ત રહેશે.

3)      રૂ।. 1.5 કરોડ સુધીના વાર્ષિક કુલ ટર્નઓવર ધરાવતા કરદાતાઓને વેચાણના બદલામાં એડવાન્સ મળતી રકમ પર એડવાન્સ મળ્યાના સમયે GSTચૂકવવાની જરૂર રહેશે નહીં પરંતુ ખરેખર વેચાણ થાય ત્યારે ચૂકવવાનો રહેશે.

4)      કંપોઝીશન સ્કીમમાં વધારવામાં આવેલ મર્યાદામાં, શરૂઆતથી નોંધાયેલ અને મર્યાદા વધતાં નવા ઉમેરાતાં કરદાતા બન્ને માટે તા.31-03-2018 સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

5)      નિકાસકારોને રાહત આપવા માટે, એવી જાહેરાત કરવામાં આવી  છે કે, જુલાઇ અને ઓગષ્ઠના મહિનાના રીફંડ અનુક્રમે ઓક્ટોબર-10 અને ઓક્ટોબર-18 સુધીમાંચેક દ્વારા આપવામાં આવશે.

6)      DUTYFREEનિકાસ માટે કોઈ બેંક ગેરંટી/બોન્ડની કોઈ આવશ્યકતા નથી.

7)      એપ્રિલ 1, 2018થી દરેક નિકાસકાર માટે E-WALLET બનાવવામાં આવશે. જેથી રીફંડની પ્રક્રિયા સરળ બને.

        આ ઉપરાંત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા કાચા હીરા પર ઇન્ડસ્ટ્રીયલ રફ ડાયમંડ પર ઇન્ડસ્ટ્રીઝ 3 ટકા  GST લાગુ પડતો જયારે નોન ઇન્ડસ્ટ્રીયલ રફ ડાયમંડ પર 0.25 ટકા GSTલાગુ પડતો જેને ઘટાડીને બન્ને પર 0.25 ટકા દર લાગુ કરવા ડાયમંડ એસોસિએશનની રજુઆત જે પણ સ્વીકારીને દર ઘટાડવામાં આવેલ છે.

        આમ, GST કાઉન્સિલ દ્વારા મહત્વના ઘણા સુધારા કરવામાં આવેલ છે તથા અમુક સુધારા હજુ અભ્યાસ હેઠળ છે જેને પણ જરૂર અને વ્યાજબીપણાના આધારે અમલમાં મુકવામાં આવશે. GST કાઉન્સિલ દર મહિનાના પ્રથમ શનિવારે મળતી હોય છે અને દેશભરમાંથી મળતી રજુઆતો અંગે અનુભવ, જરૂરીયાત અને વ્યાજબીપણાના આધારે નિર્ણય કરવામાં આવતાં હોય છે.

        દેશની સરકાર વેપાર ઉદ્યોગ સરળ બને અને દેશના ઉદ્યોગો વૈશ્વિક હરિફાઇ માટે સક્ષમ બને તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વર્તમાન સરકારે અનેક મહત્વના ઐતિહાસિક આર્થિક સુધારાઓ જેમ કે, DBT, જન-ધન યોજના, GST, વિમુદ્દીકરણ, FDI વગેરે હાથ ધરી મેકઇન ઇન્ડિયાનું સ્વપ્ન જોયુ છે. જેના માધ્યમથી ૧૨૫ કરોડ દેશવાસીઓનું જીવનધોરણ ઉંચું લાવવું એ વર્તમાન સરકારની પ્રાથમિકતા છે.

 

NP/J.Khunt\GP                                                                       


(Release ID: 1505530) Visitor Counter : 208