ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડિજીટલ સાક્ષરતા અભિનંદન સમારોહને સંબોધિત કરશે
સમારોહમાં ભારતભરના લગભગ 7000 સીએસસી-વીએલઈ સામેલ થશે
Posted On:
06 OCT 2017 5:30PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 06 ઓક્ટોબર, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2017ના રોજ આઈઆઈટી ગાંધીનગરમાં ડિજીટલ સાક્ષરતા અભિનંદન સમારોહને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા અભિયાન (પીએમજીડીઆઈએસએચએ) સરકારની ડિજીટલ ઈન્ડિયા પહેલનું એક અભિન્ન અંગ છે. આ યોજનાથી ગ્રામીણ ભારતમાં 6 કરોડ નાગરિક ડિજીટલી સાક્ષર થઈ શકશે. આ સમારોહમાં ડિજીટલ ઉપયોગ/ડિજીટલ નાણાકીય કારોબાર જેવા મુદ્દાઓ તરફ ધ્યાન આપી ડિજીટલ સાક્ષરતાના મહત્વને ઉજાગર કરાશે અને લોકોને ડિજીટલી અધિકાર સંપન્ન બનાવી માહિતી, જ્ઞાન અને કૌશલ્ય સુધી તેમની પહોંચને પૂરી પાડવામાં સહાયતા કરાશે.
પીએમજીડીઆઈએસએચએ ગામડાંના લોકોને પણ સમાન અવસર પ્રદાન કરવા ઈચ્છે છે જેથી તેઓ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયતાથી ભાગ લઈ શકે અને ડિજીટલી ટેકનોલોજી, ઉપકરણો અને સેવાઓ દ્વારા આજીવિકા સુધી પહોંચી શકે.
પ્રધાનમંત્રી ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શ્રી સત્યપાલ સિંહ, ઈલેક્ટ્રોનિક્સ તથા આઈટી અને પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી કે. જે. એલ્ફોન્સ, ગુજરાતના ઉપ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, રાજ્યના શિક્ષણ અને મેહસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સમારોહની શોભા વધારશે.
પીએમજીડીઆઈએસએચએ યોજનાની શરૂઆત સરકારે ફેબ્રુઆરી, 2017માં કરી હતી જેથી બે વર્ષની અંદર ગ્રામીણ ભારતના છ કરોડ નાગરિકોને ડિજીટલી સાક્ષર પ્રશિક્ષણ આપી શકાય. સરકારનું લક્ષ્ય પ્રત્યેક પરિવારના ઓછામાં ઓછા એક વ્યક્તિને ડિજટલી સાક્ષર બનાવવાનું છે. પીએમજીડીઆઈએસએચએ અંતર્ગત પ્રશિક્ષિત નાગરીકોને કોમ્પ્યુટર, ટેબલેટ, સ્માર્ટ ફોન જેવા ઉપકરણો ચલાવવા અને દૈનિક જીવનમાં ઈન્ટરનેટના ઉપયોગ શીખવાડાશે જેથી તેઓનું કૌશલ્ય અને જ્ઞાનને પ્રોત્સાહિત કરી શકાય અને સરકારી થી લઈને નાગરિક સેવાઓ, સ્વાસ્થ્ય સેવાઓ અને નાણાકીય સેવાઓ સુધી તેમની પહોંચ બની શકે.
અત્યાર સુધી ડિજીટલી સાક્ષર પ્રશિક્ષણ માટે પીએમજીડીઆઈએસએચએ પોર્ટલમાં 55 લાખ થી વધુ નાગરિકો નોંધણી કરાવી ચૂક્યા છે. એમાંથી 22 લાખ નાગરિકો સફળતાપૂર્વક આકારણી બાદ પ્રમાણિત થઈ ગયા છે. આ યોજના પ્રશિક્ષણ કેન્દ્ર – પ્રત્યેક પંચાયતમાં એક (2.5 લાખ પ્રશિક્ષણ કેન્દ્ર) દ્વારા લાગૂ કરાશે. પ્રશિક્ષણ કરાવવાની સુવિધાવાળા સીએસઆર અને એનજીઓ દ્વારા કોર્પોરેટ પણ ડિજીટલી સાક્ષરતા કાર્યક્રમમાં ભાગ લેશે.
લગભગ 7000 પ્રશિક્ષણ કેન્દ્ર ઓપરેટર (સીએસસી-વીએલઈ) સામાન્ય સેવા કેન્દ્ર – દેશભરમાં વિવિધ રાજ્યોના ગ્રામ સ્તરના ઉદ્યમી ‘ડિજિટલ” સાક્ષરતા અભિનંદન સમારોહ’માં ભાગ લેશે. પીએમજીડીઆઈએસએચએ અંતર્ગત પ્રશિક્ષિત અને પ્રમાણિત લગભગ 500 નાગરિકો પણ સમરોહમાં ભાગ લેશે. માનનીય પ્રધાનમંત્રી ગ્રામ સ્તરના પાંચ ઉદ્યમિઓ અને પાંચ ડિજીટલી સાક્ષર નાગરિકોને સમારોહમાં પુરસ્કૃત કરશે. દેશભરના દરેક 2.6 લાખ સામાન્ય સેવા કેન્દ્રો સ્થાનિક નાગરિકોને એકજૂટ કરી, પોતાના કેન્દ્રના ડિજીટલી સાક્ષર ઉમેદવારોની સાથે આ સમારોહનું ગાંધીનગરથી સીધું પ્રસારણ કરશે. આ સમારોહનું દુરદર્શનની રાષ્ટ્રીય ચેનલ પરથી પણ પ્રસારણ કરાશે.
NP/J.Khunt/GP
(Release ID: 1505071)
Visitor Counter : 194