માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં રૂ. 5825 કરોડનાં મૂલ્યનાં ચાર રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કરશે
Posted On:
06 OCT 2017 5:29PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 06 ઓક્ટોબર, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં દ્વારકામાં રૂ. 5825 કરોડનાં મૂલ્યનાં ચાર રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ અને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રી શ્રી નીતિન ગડકરી અને રાજ્ય કક્ષાનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ એલ માંડવિયા ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ-51 પર બેટ દ્વારકા અને ઓખા વચ્ચે કેબલ સ્ટે સિગ્નેચર બ્રીજનાં નિર્માણ માટે ખાતમુહૂર્ત કરશે. પુલનાં પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 962 કરોડ છે. ખાતમુહૂર્ત થનાર અન્ય પ્રોજેક્ટ્સમાં રૂ. 1600 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 51 પર પોરબંદર-દ્વારકા સેક્શનનાં 116.24 કિમીને 4 લેન કરવાનો, રૂ. 370 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 51 પર ગાડુ-પોરબંદર સેક્શનનો 93.56 કિમીનો માર્ગ 2/4 લેનિંગ, રૂ. 2893 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ-47 અને રાષ્ટ્રીય રાજમાર્ગ-27 પર અમદાવાદ-રાજકોટ સેક્શનનાં 201.31 કિમીનાં માર્ગને 6 લેન કરવાનાં પ્રોજેક્ટ્સ સામેલ છે.
NP/J.Khunt/GP
(Release ID: 1505067)
Visitor Counter : 130